Gujarat

જગન્નાથજી મંદિરમાં ભકતોની ઉપસ્થિતિમાં નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધી સંપન્ન

આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતાં.

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. જાડેજા અને પાટીલે જગન્નાથજીની પારંપરિક પૂજાવિધિમાં સહભાગી થયા બાદ ભગવાનની આરતી કરી હતી. તેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મંદિરમાં યોજાયેલા ભંડારાની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા પણ આ પૂજાવિધિમાં જોડાયા હતાં. જગન્નાથજી મોસાળેથી નિજમંદીરે પરત આવતા ભાવિક ભક્તોએ પ્રભુ દર્શન કર્યા હતા.

Most Popular

To Top