Top News

More Posts

   The Latest

Most Popular

મોહરમના મહિનાના પ્રથમ દસ દિવસમાં અને ખાસ કરીને આશુરા એટલે કે મોહરમના મહિનાના દસમા દિવસે વિશ્વભરના શિયા મુસ્લિમો કરબલાના શહીદોની યાદમાં માતમ કરે છે અને આ કેટલાક લોકો તો આ માતમ દરમ્યાન પોતાને લોહીલુહાણ કરી મૂકે છે.

ઇરાકના નજફ શહેરમાંથી શિયા મુસ્લિમોએ હાલમાં કરેલા માતમની કેટલીક તસવીરો બહાર આવી છે જેમાં જોઇ શકાય છે કે માતમ કરનારા ઘણા લોકો લોહીલુહાણ થઇ ગયા છે. સફેદ વસ્ત્રો પહેરેલા કેટલાક પુરુષો અહીં તલવાર વડે પોતાના માથામાં કાપ મૂકી રહેલા જોઇ શકાતા છે અને તેમના માથામાં દદડતું લોહી તેમના વસ્ત્રો પર પડી રહ્યું છે.

માતમ કરનારા કેટલાક શિયા પુરુષોએ કાળા વસ્ત્રો પણ પહેર્યા હોવાનું જોઇ શકાય છે. કેટલાક લોકો આ માતમ કરનારાઓની સાથે ચાલી રહેલા અને તેમને પાણીની બોટલો વગેરે આપીને મદદ કરી રહેલા પણ તસવીરમાં જોઇ શકાય છે. માતમ કરનારાઓ પોતાને સાંકળોથી માર પણ મારતા હોય છે. ઇરાક ઉપરાંત વિશ્વના અનેક શિયા બહુલ વિસ્તારોમાં આવા લોહીયાળ માતમ યોજાય છ

To Top