Top News

More Posts

   The Latest

Most Popular


વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ નેશનલ બેકરીની સામે એક જૂનું જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ધરાશાયી થયેલ મકાનમાં છેલ્લા 24 વર્ષથી કોઈ રહેતું ન હતું. અને થોડા સમય પહેલા પણ મકાનનો અંદરનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે આજરોજ આ અતિ જર્જરીત મકાન સંપૂર્ણ રીતે ધરાશાયી થયું..

વડોદરા ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી ધરાશાયી થયેલ મકાનની બહાર બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું હતું. આ મકાન બરાનપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ છે અને જે સમયે આ ઘટના બની સદનસીબે કોઈ જાનહાની થઈ નઈ..

ધરાશાયી થયેલ મકાનની બાજુમાં આવેલ બંને મકાનો જર્જરીત હાલતમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કેમ વડોદરા મહાનગરપાલિકા આ પ્રકારના જર્જરીત મકાનોની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. ફક્ત નોટિસો પાઠવીને તંત્ર સંતોષ માનતું હોય તેવું પણ કહી શકાય. શું તંત્ર રાહ જુએ છે કે જર્જરીત મકાનો ધરાશાયી થાય અને નાગરિકોના જીવ જોખમમાં મુકાય ?

To Top