Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં ગૌહત્યા પ્રતિબંધ સખત કાયદો લાવવામાં આવે તેવી પણ માગ કરાઇ

ગુરુકુળ વિધ્યાલયના વિધ્યાર્થીઓ દ્વારા આ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા બેનરો પોસ્ટર્સ સાથે રેલી યોજાઇ

દેશના ચાર શંકરાચાર્ય દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવા આહવાન અંતર્ગત ગૌમાતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં આજરોજ શહેરના હરણી-વારસીયા રીંગરોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ થી ગુરુકુળ સુધી ગુરુકુળ વિધ્યાલયના બાળકો સાથે શિક્ષકો અને ગૌરક્ષકો,હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી થકી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તથા ગૌહત્યા પ્રતિબંધ કાયદો લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી જે અંતર્ગત પોસ્ટરો બેનરો સાથે સાથે આ રેલી યોજવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દેશની શાંતીને ડહોળવા ગૌહત્યા કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવી રહ્યાં છે. દેશમાં ગૌહત્યાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલનો થયા છે અને માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે દેશના ચારેય શંકરાચાર્યો તથા સાધુસંતો અને હિન્દુ સંગઠનો, ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની તથા ગૌહત્યા પર સખત કાનૂન લાવી ગૌહત્યા પ્રતિબંધ કાયદો બનાવવા માંગ તીવ્ર બની છે અને દેશભરમાં આ મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજે આ મુહિમના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી.

To Top