Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતમાં હિન્દુ મંદિરો તોડવાના સરકારના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની અમદાવાદ ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા હિન્દુ સંગઠનો લાલઘૂમ

સરકાર નિર્ણય પરત નહીં લે તો શાંતિપૂર્ણ આંદોલન ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થશેની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચિમકી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કેટલાક હિન્દુ મંદિરોને દૂર કરવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત બજરંગદળ સહિતના અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શાંતિપૂર્ણ રીતે સરકારને આ નિર્ણય પરત લેવા ઠેરઠેર આવેદનપત્રો સાથે માંગ કરી રહ્યાં છે પરંતુ હિન્દુસ્તાનમાં સરકાર નિર્ણય પરત લેવા મગનું નામ મરી પરવારી નથી રહી બીજી તરફ બે દિવસ અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઇ લાડવા તથા ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુભાઇ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે જેના કારણે સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રીરામ યુવા સેના, રાજપૂત કરણી સેના, મંદિર બચાવો સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનોમા સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,વડોદરા મહાનગરના મહામંત્રી મનોજ અગ્રવાલની આગેવાનીમાં તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો સભ્યો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારને હિન્દુ મંદિરો તોડવાના નિર્ણયને વહેલી તકે પરત લેવા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોને તાત્કાલિક છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું

સાથે જ જો સરકાર દ્વારા નિર્ણય પરત નહીં લેવાય તો શાંતિપૂર્ણ આંદોલન ઉગ્ર આંદોલનમાં ફેરવાશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજે પોસ્ટરો બેનરો સાથે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોના પદાધિકારીઓ, સભ્યો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા.

To Top