Top News

More Posts

   The Latest

Most Popular

પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રખાશે

(પ્રતિનિધિ) વીરપુર તા.6

વીરપુર નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હતું. નગરમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક મકાન, દુકાન, બેન્કોના તાળા તૂટવાની ઘટના બની હતી. આથી અલગ અલગ વિસ્તારોમાં રૂ.5 લાખના ખર્ચે પ્રથમવાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે.

વીરપુર નગર સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળુ નગર બન્યું છે. અહીં ગુનાખોરીને ડામવા માટે જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી પ્રોજેક્ટ દ્વારા નગરમાં વધતી ચોરીના ગુનામાં પકડવામાં સૌથી વધુ પોલીસ તેમજ પ્રજાને સહયોગી નિવડશે. આ પ્રોજેક્ટ થકી નગરમાં થતી ચોરીઓ પર બાજ નજર રાખી શકાશે અને જેથી ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ગુન્હાહિત પ્રવૃત્તિ અટકાવવા સરળતા રહેશે. વીરપુર નગરમાં પાછલા કેટલાક વર્ષોથી તસ્કરો અને વાહન ચાલકો બેકોફ બની ચોરીની તેમજ અકસ્માતની ઘટનાઓ વધતા લોકોમાં ભયની સાથે રોષની લાગણી ફેલાઇ છે. આ સ્થિતિ ધ્યાને રાખી વીરપુર તાલુકા વિકાસ અધિકારીના તેમજ વીરપુર ગ્રામ પંચાયતના વહીવટદારના અથાગ પ્રયત્નો હેઠળ ગ્રામ પંચાયતના 15મા નાણાપંચ યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં અંદાજીત પાંચ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા નગરના સી.એમ. દેસાઈ હાઈસ્કૂલ, પશુ દવાખાનું રોડ, મુકેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવ્યાં છે.

To Top