કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં 125 લોકોના મોત થયા છે. 128...
સુરતઃ શહેરના સુમુલ ડેરી રોડ ખાતે નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ હ્યુમન ટ્રાફિક...
એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી રુ. 1.41 લાખનો મુદ્દામાલ રિકવર કર્યોપ્રતિનિધિ વડોદરા તા.29આંતર રાજ્ય રેલવે સ્ટેશનો પર મહિલા પેસેન્જરોને ટાર્ગેટ કરીને લેડીઝ પર્સની...
*વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું નવીનીકરણ કરવાનું આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવનું પણ 6,14,73,001 ના ખર્ચે નવીનીકરણ...
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ચાહકોની નજર ફરી એકવાર મનુ ભાકર પર હતી અને મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળી ઈતિહાસ...
ઈકો કારમાં તસ્કરો ચોરી કરવા આવ્યા અને રસોડામાં પ્લેટફોર્મના ડ્રોવરમાંથી ચણા ખાધા NRIના બંધ મકાનને નિશાન બનાવી ઘર સામાન વેર વિખેર કર્યો...
સુરતઃ ધોધમાર વરસાદ બાદ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને સુરત મનપાના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.30 વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી CNG ગેસના બોટલો ભરેલી ગાડીમાંથી ગેસ લીકેજ થતા ભારે દોડધામ મચી ગઈ...
નવી દિલ્હીઃ એલોન મસ્કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ડીપ ફેક વીડિયો શેર કર્યો છે. મસ્કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X...
*અષાઢ વદ અમાસથી દશામાં વ્રતપર્વનો પ્રારંભ *દસ દિવસ સુધી ચાલનાર આ પર્વની ઉજવણી ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે કરવામાં...
કલેક્ટર કચેરીની ઇમારતને જોખમી દર્શાવી પાલિકાએ નોટિસ લગાડી છે ત્યાં જ નીચે રેશનકાર્ડની કામગીરી ચાલી રહી છે* *અહીં કોઇ દુર્ઘટના સર્જાય તો...
એલસીબી પોલીસે દાહોદ તાલુકાના ઉસરવાણ ટીંડોરી ફળિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી 5000 રૂપિયા કિંમતનુ વિદેશી દારૂ ઝડપી પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો...
પેરિસઃ ભારતની અનુભવી ખેલાડી મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ ઈવેન્ટની છેલ્લી 32 મેચોમાં ફ્રાન્સની 12મા રેન્કની પ્રિતિકા પાવડેને સીધી ગેમમાં હરાવી હતી....
સુરતઃ સુરત શહેરના રસ્તા પર ભીખ માંગતા કે કચરો સાફ કરીને પૈસા ઉઘરાવતા માસૂમ બાળકોના પુનઃવસનની કામગીરી સુરત શહેર પોલીસે હાથ ધરી...
નવી દિલ્હી: રાજ્યસભામાં ગઇકાલે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ ઉપર ભડક્યા હતા. તેમજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા...
વિશ્વમાં આર્થિક અસમાનતા ખૂબ વધી રહી છે તેવી ચર્ચાઓ વચ્ચે હાલ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. દુનિયામાં છેલ્લા એક દાયકામાં ટોચના ધનવાનોની...
આકાશવાણી ની એક ભાષા એક કેન્દ્ર ની કેન્દ્રવર્તી નીતિ ને કારણ આપી આકાશવાણી મુંબઈ થી મિડિયમ વેવ સંવાદિતા ચેનલ જે કોસ્મોપોલિટન ચેનલ...
સાહેબના એક એક શબ્દો,વાક્યો અને ભાષણો આજે કયા અર્થમાં લેવા એ સમજતા નથી.ઘણા પ્રચલિત ડાયલોગમાંથી એક ડાયલોગ આ શીર્ષક પણ હતું. હવે...
સરકારી કર્મચારીઓને રિટાયર થયા પછી પેન્શન મળે અને તેમાં મોંઘવારી ભથ્થું મળે તે જ રીતે રાષ્ટ્રિયકૃત બેંકમાંથી રીટાયર થઇને પેન્શન મેળવનારને પણ...
સમયની સરિતા વહેતી રહે છે. તે સાથે અનેક પરિવર્તનો થતાં રહે છે. 5,15 વર્ષો પૂર્વે જે શબ્દો ચલણમાં હતા તે આજે ભાગ્યે...
નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડમાં ભારે વરસાદના કારણે મળસ્કે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને (Landslide) કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) ચક્રધરપુરમાં મંગળવારે સવારે ફરી એકવાર મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810...
NSUનું ફરી વિરોધ પ્રદર્શન,કોમર્સની બાકી રહેલી બેઠકો જાહેર કરવા માંગ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો ખરાબ કેટલીક બેઠકો ખાલી હોવા છતાં પણ ભરવામાં નહીં...
સુરતઃ સામાન્ય પારિવારિક ઝઘડામાં ક્યારેક ઘરના સભ્યો વિચાર્યા વિના આપઘાત કરવા જેવું આત્મઘાતી પગલું ઉઠાવતા હોય છે અને પાછળ રહેલાં પરિવારના સભ્યોને...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympics) યજમાની કરતા ફ્રાન્સમાં (France) ફરી એક વાર તોડફોડની ઘટના સામે આવી હતી. અહીં સોમવારે કેટકાંક...
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર શૂટર અર્જુન બાબૌતા પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને બીજો મેડલ અપાવી શક્યો નથી. પહેલા 11 શોટ બાદ અર્જુન સિલ્વર...
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવને (Baba Ramdev) દિલ્હી હાઈકોર્ટ તરફથી સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં ઘણાં ડોકટરોના સંગઠનોની અરજી બાદ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાવ આઈએએસ કોચિંગના (Rao IAS Coaching) ભોંયરામાં 27 જુલાઇના રોજ ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા....
સુરતઃ હીરાઉદ્યોગમા મંદીના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. ઉદ્યોગમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે આપઘાતના બનાવો સતત...
ડિસ્કવરીના એનાલીસીસ પ્રમાણે આ સાપના એક ડંખમાં આઠથી નવ જેટલા હાથીને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ચોમાસાની સિઝનમાં માનવ જાતને નુકસાન કરી શકેતેવાઝેરી જનાવરો...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં 125 લોકોના મોત થયા છે. 128 હોસ્પિટલમાં છે, જ્યારે 400 થી વધુ લોકો ગુમ છે. રાત્રે 1 થી સવારે 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો પાણીમાં વહી ગયા હતા. મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો વહી ગયા છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. આ દુર્ઘટના બાદ કેરળ સરકારે રાજ્યમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે જેમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 125 લોકોના મોત થયા છે જ્યારે 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં મોટાપાયે નુકશાન થવાની આશંકા છે. વાયનાડના મેપ્પાડી, મુબદક્કઈ અને ચુરલ મલા પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મુબદક્કાઈમાં પ્રથમ ભૂસ્ખલન થયું હતું. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ માટે ઘટનાસ્થળે હાજર છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. ટીમને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્યારબાદ ચુરલ મલા ખાતે સવારે 4 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. એક શાળા કે જે શિબિર તરીકે સેવા આપતી હતી, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું. અહેવાલો અનુસાર, ચુરલ મલા શહેરમાં પુલ તૂટી પડતાં 400 થી વધુ પરિવારો ફસાયેલા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકસાનનું આંકલન કરી શકાતું નથી.
મુંડક્કાઈ ગામમાં સૌથી વધુ નુકસાન, 250 લોકો અહીં ફસાયા
ભૂસ્ખલનને કારણે વાયનાડનું મુંડક્કાઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. રેસ્ક્યુ ટીમ હજુ સુધી અહીં પહોંચી શકી નથી. NDRFની એક ટીમ પગપાળા અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મુંડકાઈમાં લગભગ 250 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. અહીં અનેક મકાનો ધોવાઈ ગયા છે. અહીં 65 પરિવારો રહેતા હતા. નજીકના ટી એસ્ટેટના 35 કર્મચારીઓ પણ ગુમ છે.
સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત
કેરળ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ વધુ વણસી શકે છે. ઘટનાની જાણ થતાં સરકારી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. કેટલાક મંત્રીઓ વાયનાડ પહોંચશે અને પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે. ભારતીય નૌકાદળની ટીમ બચાવ કામગીરીમાં મદદ કરશે. કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમ ટૂંક સમયમાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી જશે. વાયુસેનાના બે હેલિકોપ્ટર સાંજે સાડા સાત વાગ્યે સુલુરથી ઉડાન ભરશે.
ભારે વરસાદની ચેતવણી
દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન કેરળના મલપ્પુરમ અને કન્નુર જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. તેણે આગામી ત્રણ કલાક દરમિયાન કેરળના કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર અને મલપ્પુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.