Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: બિહારમાં (Bihar) સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં દરભંગાથી નવી દિલ્હી આવતી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ ચોંકાવનારી ઘટના ચાલુ ટ્રેને બની હતી. જ્યારે ટ્રેન બિહારથી નવી દિલ્હી જઇ રહી હતી, ત્યારે અચાનક ટ્રેનનું એન્જીન (Engine) ડબ્બાથી છુટુ પડી ગયું હતું.

બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (Bihar Contact Kranti Express) સોમવારે સમસ્તીપુર જંક્શનથી સવારે 09:55 વાગ્યે ઉપડી હતી. આ પછી, કર્પુરીગ્રામ સ્ટેશનથી રન પસાર કરતી વખતે, કિમી નંબર 46/11 પાસે એન્જિન અન્ય ડબ્બાઓથી અલગ થઈ ગયું હતું અને ડબ્બાઓને પાટા ઉપર જ છોડી આગળ જતુ રહ્યું હતું. આ દરમિયાન એન્જિન વગર ડબ્બાઓ પાછળ સરકવા લાગ્યા હતા, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે થોડા અંતર બાદ ડબ્બાઓ અટકી જતા મોટો અકસ્માત ટળ્યો હતો.

બીજી બાજુ ટ્રેનના લોકો પાયલોટને પણ તરત જ ઘટનાની જાણ થઈ હતી. ત્યારે તેમણે તરત જ ટ્રેન રોકી દીધી હતી. ત્યાર બાદ એન્જિન અને ડબ્બાને જોડતા કપલિંગની તપાસ કરી હતી, અને એન્જિન ચેક કરીને ડબ્બા સાથે જોડી દઇ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પરંતુ ટ્રેનને તપાસ માટે પુસા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનની કામગીરી ત્રણ કલાક મોડી પડી હતી.

ડિવિઝનલ રેલવે મેનેજર વિનય શ્રીવાસ્તવે સમગ્ર જણાવ્યું હતું કે બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં અકસ્માત કપલિંગ તૂટવાને કારણે થયો હતો. જેના કારણે ટ્રેનની કામગીરી ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. આ સંદર્ભે સિનિયર ડીએસટીઈને સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

કપલિંગ તૂટ્યા પછી એન્જિન 100 મીટર આગળ વધી ગયુ હતુ
આ અકસ્માત સમસ્તીપુર-મુઝફ્ફરપુર રેલ્વે સેક્શનના કર્પુરીગ્રામ પુસા સ્ટેશન વચ્ચે થયો હતો. જ્યાં ટ્રેનનું એન્જિન એક જનરલ ડબ્બા અને બીજા ડબ્બાઓને છોડીને આગળ વધી ગયું હતું. જેમાં કપલિંગ તૂટવાને કારણે એન્જિન અને એક ડબ્બા સાથે લગભગ 100 મીટર સુધી આગળ વધી ગયુ હતુ. આ પછી લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી.

પુસા સ્ટેશન પર આખી ટ્રેનના કપલિંગની તપાસ કરવામાં આવી હતી.
દરભંગાથી નવી દિલ્હી જતી ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સોમવારે સવારે 9:45 વાગ્યે સમસ્તીપુર જંક્શનથી રવાના થઈ હતી. ત્યારે થોડે આગળ જતા અચાનક ટ્રેનનું એન્જીન જનરલ કોચને લઈને આગળ વધી ગયુ હતું. તેમજ ટ્રેનના 19 ડબ્બાઓ પાછળ રહી ગયા હતા. દરમિયાન એન્જિન વગરના ડબ્બા જ્યારે સ્થિર થયા ત્યારે ટ્રેનમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતા.

જો કે ટ્રેનના લોકો પાઇલટે પાછળથી એન્જિન અને ડબ્બાઓને પાછા ખેંચી લીધા હતા. તેમજ અલગ પડેલા ડબ્બાને જોડ્યા બાદ તેઓ પુસા સ્ટેશન આવ્યા અને ટ્રેનને સર્વિસ માટે મૂકી હતી. જ્યાં રેલવે કર્મીઓએ આખી ટ્રેનના કપલિંગની ચકાસણી કરી હતી.

To Top