વલસાડ : દર્દીઓ સાથે તોછડાઇથી વાત કરી તેમનું અપમાન કરવા માટે વલસાડના (Valsad) એક ડોક્ટરે વરિષ્ઠ મહિલા (Woman) સાથે અપમાનિત વર્તન કર્યું...
ગાંધીનગર: સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. તેમણે કહ્યું...
નવી દિલ્હી : ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમમાં આંતકવાદની (Terrorism) એક મોટી ખબર સામે આવી છે. અહીંના જિલ્લાના એક ગામમાં માઓવાદીઓએ પંચાયત કાર્યાલય...
ગાંધીનગર : જિલ્લા પંચાયતોના પ્રમુખો, ઉપ પ્રમુખો અને કારોબારી સમિતીના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં (Gandhinagar) આયોજિત પરિસંવાદમાં સીએમ (CM)...
ગાંધીનગર : બાળક કોરી પાટી સમાન હોય છે. જો તેમને સાચું શિક્ષણ (Education) આપવામાં આવે તો તે બાળક ભવિષ્યમાં વિશ્વ, રાષ્ટ્ર, સમાજ,...
મહારાષ્ટ્ર: ભારતના ચૂંટણી પંચે શુક્રવારે શિંદે જૂથનું નામ બદલીને શિવસેના રાખવાનો આદેશ આપ્યો હતો. કમિશને કહ્યું કે એકનાથ શિંદેની પાર્ટીનું ચૂંટણી ચિન્હ...
નવી દિલ્હી : લખનવથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ ઘટના અંગેની સૂચના દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમ તરફથી લાખનવ પોલીસ કંટ્રોલ...
નવી દિલ્હી : IPL 2023ની (IPL 2023) મેચોનુ ટાઈમટેબલ (Timetable) જાહેર થઇ ગયો છે. આ સમાચાર 17 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા કે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે અદાણી હિંડનબર્ગ કેસની (Adani Hindenburg case) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે એડવોકેટ એમએલ...
સુરત: આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ...
સુરત: આજે શુક્રવારે વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની છે. સવારે કારખાનું ખુલ્યું ત્યાર બાદ એક...
નવી દિલ્હી : હોલીવુડના (Hollywood) પ્રખ્યાત અભિનેતા બ્રુસ વેલીસની (Bruce Wellis) તબિયત (Health) બહુ જ ખરાબ થઇ ગઈ હોવાના સમાચાર આવી રહ્યા...
નવી દિલ્હી: ટ્વીટના (Twitter) CEO એલોન મસ્ક (Elon musk) ઘણીવાર નવા નવા નિયમોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટર ઇન્કએ તેની...
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (India Australia Border Gavaskar Trophy) બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ અહીં...
સુરત : સુરત શહેરમાં માથાભારે તત્વો બેફામ બની ગયા છે અને તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. શહેર પોલીસ શર્મશાર થઇ જાય...
નવી દિલ્હી: ભારતમાં Disney+ Hotstar ડાઉન થતા યુઝર્સ તેેને એક્સેસ કરી નથી શકતા. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણી મુશ્કેલી ઊભી થઈ...
દેવોના દેવ મહાદેવની ભક્તિમાં લીન થવાનો દિવસ મહાશિવરાત્રી આવતીકાલે છે. શહેરના મોટાભાગના શિવ ઉપાસકો મહાશિવરાત્રીના પાવન અવસરે ઉપવાસ કરશે. સુરતીઓ વર્ષોથી વ્રત-ઉપવાસમાં...
સુરતીઓની સવાર જ લોચા અને ખમણના ટેસ્ટથી થાય છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેમકે, સવાર પડતાની સાથે જ 7નો ટકોરો પડે...
વડોદરા: વડોદરાના (Vadodara) દુમાડ ચોકડી નજીક ગત મોડી રાત્રે બે ટ્રક (Truck) વચ્ચે અકસ્માત (accident) સર્જાયો હતોય આ અકસ્માતમાં એક ટ્રકની કેબિનનો...
તાજેતરમાં એક દલિત ગણાતા પરિવારની પુત્રીને લગ્નમાં માતા-પિતાએ ઋષિપાલ વાલ્મિકી – શીલા દેવીએ રોયલ એનફિલ્ડ મોટર સાઈકલ ગિફટ આપી. લખનૌ યુપીના ગામમાં...
પુસ્તકો અંગે પશ્ચિમ જગતના વિચારકોએ ઠેઠ ઈ.સ.1384થી વિચારો પ્રગટ કર્યા છે. ખ્રિસ્તી ધર્મગુરૂએ કેનન નામનો કાયદો પ્રગટ કરે લો, જેમાં દૈનિકો, સામાયિકો...
અંગ્રેજી કેલેન્ડરની તારીખ મુજબ વેલેન્ટાઈન ડે દર ફેબ્રુઆરી મહિનામાં 14 મી તારીખે આવે છે, જ્યારે લીપ પણ ફેબ્રુઆરી માસમાં જ આવે છે,...
એક દિવસ રાજ સ્કુલથી એકદમ મોડો ઘરે આવ્યો.ઘરે કોઈને કઈ કહ્યું ન હતું…મમ્મી ફોન કરી કરીને થાકી પણ રીંગ જ વાગે રાજે...
સામાન્ય રીતે દરેક વિસ્તારમા જમીન સંપત્તિનો એક વાસ્તવિક બાજરભાવ સરકાર નક્કી કરે છે તે જંત્રી છે. મિશ્ર અર્થતંત્રવાળા આપણાં દેશમાં વ્યક્તિ ખાનગી...
સમાચાર એટલે શું? તાજેતરની કોઇ ઘટના કે બદલાયેલી પરિસ્થિતિ વિશેની માહિતી. આ વ્યાખ્યામાં હજુ કંઇક ખૂટે છે. સમાચારને ગાળીને રજૂ કરવાની ક્રિયા....
ઉત્તરાખંડના જોષીમઠમાં જમીન ધસવાની ઘટનાઓની શરૂઆત થઇ તેને સપ્તાહો થઇ ગયા છે અને ઘણા લોકો વિસ્થાપિત થઇને રાહત છાવણીઓમાં આશરો લઇ રહ્યા...
ખાનપુર: ખાનપુરની પવિત્ર ભૂમિ કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અને જન્માષ્ટમીને અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો ભરાય છે. આ ભુમિ...
નવી દિલ્હી: વિશ્વમાં મંદીના (World recession) કારણે દિગ્ગજ કંપનીઓમાં (Companies) છટણીની (lay off) પ્રક્રિયા ચાલુ છે. ફેસબુક (Facebook) , ટ્વિટર (Twitter), એમેઝોન...
વિરસદ : મહા શિવરાત્રીના પાવન દિવસે ભગવાન ભોળાનાથની આરાધના અને ભકિતભાવ માટે ધાર્મિક આસ્થા સાથે શિવજી કી સવારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો...
સુરત : મનફાવે ત્યારે નાગરિકો પાસે કોઈ પણ વિગતો માંગતી પોલીસને સુરતના એક નાગરિકે માપ દેખાડી દીધું છે. પોલીસની કેટલી લિમીટ છે...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
વલસાડ : દર્દીઓ સાથે તોછડાઇથી વાત કરી તેમનું અપમાન કરવા માટે વલસાડના (Valsad) એક ડોક્ટરે વરિષ્ઠ મહિલા (Woman) સાથે અપમાનિત વર્તન કર્યું હતુ. જેના પગલે મહિલા સાથે ગયેલી તેમની વહુએ આ અંગે વલસાડ જિલ્લા કલેક્ટરને એક ફરિયાદ કરી છે. ડોક્ટરના (Doctor) આ વર્તનનો મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વલસાડ તિથલ રોડ વિસ્તારમાં રહેતા એક મહિલાને યુરિન ઇન્ફેક્શનની ફરિયાદ હતી. જેના માટે તેમણે પોતાના એક અંગત સ્વજન એવા ડોક્ટરની સલાહ લઇ શહેરના આ તુંડ મિજાજી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ તેમની પાસે નિદાન કરાવ્યું હતુ. એ સમયે પણ થોડી તોછડી વાત કરનારા ડોક્ટરે દવા આપતા મહિલાને સારું થઇ ગયું હતુ. ત્યારે ડોક્ટરે મહિલાને વાઢ કાપ વિનાનું એક ઓપરેશન (પ્રોસિજર) કરાવવા જણાવ્યું હતુ. જોકે, મહિલાને ડોક્ટરની દવાથી સારું થઇ ગયું હતુ. આ સિવાય મહિલાના સ્વજન ડોક્ટરે પણ આ માથાભારે ડોક્ટર સાથે વાત કરી હતી. જેમાં દવાથી સારું હોય તો હાલ પ્રોસિજર નહીં કરશો તો ચાલશે એવું જણાવ્યું હતુ.
આ ઘટનાના એક વર્ષ બાદ જ્યારે 75 વર્ષના વૃદ્ધ મહિલા આ તુંડ મિજાજી ડોક્ટર પાસે 16 મી ફેબ્રુઆરીના રોજ ગયા ત્યારે, તે અચાનક ઉકળી ઉઠ્યો હતો અને મહિલાને અપમાનિત કરવાનું શરૂ કર્યું હતુ. વૃદ્ધ મહિલા કંઇ પણ બોલે એ પહેલાં જ તેણે જણાવ્યું કે, એક વર્ષ સુધી કેમ બેસી રહ્યા. તમારા જેવા લોકોને હું ક્લિનિકમાં પગ પણ મુકવા નહીં દઉં. એક ડોક્ટરની ભલામણના કારણે તમને જોઉં છું. બાકી તમારા જેવા દર્દીની સારવાર માટે મને કોઇપણ પ્રકારનો રસ નથી. પોતાની કોઇપણ ભૂલ નહીં હોવા છતાં ડોક્ટરના આવા વ્યવહારથી વરિષ્ઠ મહિલા જ નહી, તેમના વહુ પણ ડઘાઇ ગયા હતા અને તેમણે આ અંગે 17 મી ફેબ્રુઆરીના રોજ વલસાડ જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરી છે. તેમણે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ વલસાડના પ્રમુખને પણ તેની નકલ રવાના કરી છે.
એ ડોક્ટર પાસે તમે કેમ ગયા, દર્દીનું અપમાન કરવાનો એમને શોખ હોય એવું લાગે છે
વલસાડના આ ડોક્ટરે આવું વર્તન કર્યું એવી વાત મહિલાના પરિવારે અન્યને કરતાં તેમણે જણાવ્યું કે, આ ડોક્ટર જ આવો છે. તમે કેમ તેમની પાસે ગયા. આ ડોક્ટરને દર્દીનું અપમાન કરવાનો જાણે શોખ હોય એવું લાગે છે. જેનો ભોગ અનેક લોકો બન્યા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ કયા પગલાં ભરે એ જોવું રહ્યું.
મોનોપોલીનો લાભ લઇ મનસ્વી વર્તન કરે છે
વલસાડના આ ડોક્ટરના ક્લિનિકમાં જે ઉપકરણો છે, એ ઉપકરણો અન્ય કોઇ ડોક્ટર પાસે નથી. તેમની આ મોનોપોલીના કારણે તેમનું આવું વર્તન થતું હોય એવું લાગી રહ્યું છે. તેમના પરિવારમાં તેઓ બીજી પેઢીના ડોક્ટર છે, પરંતુ આ ડોક્ટરનો વ્યવહાર કડક અને તોછડો છે. ત્યારે સમાજમાં આવા ડોક્ટરો પ્રેક્ટિસ કરે એ કેટલું હિતાવહ કહી શકાય.