સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET(ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ...
સુરત: સુરતના (Surat) ઇચ્છાપોર RJD ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Industrial Park) ના એક ફરસાણ ના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ફાયર...
મુંબઇ: ફેમસ બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) તેના બોલિવૂડ (Bollywood) ડેબ્યૂની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે દિલ્હી કોર્ટના (Court) ચુકાદા...
ભરૂચ: ભરૂચ (Bharuch)માં જિલ્લામાં વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ એસ.ટી. બસ અને કાર ફસાઈ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કરાચીથી નોએડા (Noida) પહોંચી સીમા હૈદરનો કેસ દરરોજ એક નવો વળાંક લઇ રહ્યો છે. પાકિસ્તાની સીમા હૈદર (Seema...
સુરત: વેસુ (Vesu) વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ (Drugs) સાથે એક બાળ આરોપી સહિત બે ઈસમોને સુરત પોલીસે (SuratPolice) ઝડપી (Arrest) પાડયા હતા. સોમેશ્વરા...
ઉમરગામ: રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઉમરગામ (Umargam) તાલુકામાં ભારે વરસાદ (Rain Fall) ખાબક્યો...
રાયગઢ: મહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદને કારણે રાતોરાત આખું ગામ (Village) ગાયબ થઇ ગયું છે. રાયગઢ જિલ્લાના એક ગામમાં પહાડ તૂટી પડતા (Landslide) એક...
અંકલેશ્વર: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આ વર્ષે મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. અંકલેશ્વર (Ankleshwar)માં બુધવારની સમી સાંજે વરસાદે જોર...
નવી દિલ્હી: મણિપુરથી (Manipur) એક ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં (Viral Video) બે મહિલાઓને નગ્ન કરી હિંસક લોકોના...
વ્યારા: રાજ્યમાં એકતરફ ‘સર્વ શિક્ષા અભિયાન’ ચલાવવામાં આવે છે અને બીજી બાજુ શાળાઓની સ્થિતિ એવી હોય છે કે, બાળકો શાળા છોડી જવા...
સુરત: સુરતના (surat) અઠવાલાઇન્સ ખાતે આવેલી નવી સુરત જિલ્લા કોર્ટને (SuratDistrictCourt) શહેરથી બહાર જીયાવબુડિયા ખસેડવાના સરકારના નિર્ણયથી સુરતના વકીલો (Advocate) નારાજ થયા...
સુરતના પાર્લેપોઇન્ટ બ્રિજ ઉપર બાઈક પર ઉભા રહી રીલ્સ બનાવનાર બંને યુવાનો ને પોલીસે ઝડપી પાડ્યા છે. એટલું જ નહી પણ સ્પીડમાં...
બીલીમોરા: સરકારી ગૌચરની જમીન ઉપર અનઅધિકૃત દબાણને કારણે પશુઓને (Animals) ચરવા માટે મોટાભાગે હવે કોઈ જગ્યા બચી નથી જેને કારણે આવા પશુઓ...
સુરત: સુરતમાં (Surat) કોંગ્રેસના (Congress) કાર્યકર્તાની પાસાના (Pasa) ગંભીર ગુના હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં (Sabarmati Jail) મોકલી દેવામાં આવ્યાનો મામલો સામે...
તાલાલા: છેલ્લાં 48 કલાકથી સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક જિલ્લામાં ધમધોકાર અનરાધાર વરસાદ (HeavyRain) વરસી રહ્યો હોઈ નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી...
અમદાવાદ: અમદાવાદમાં બુધવારની રાત્રિએ ગોઝારો અકસ્માત થયો છે. 150થી 160ની ફૂલસ્પીડમાં ધસમસતી આવતી જેગુઆર કારે રસ્તા પર ઉભેલા 9 લોકોને કચડી નાંખ્યા...
કેટલીક અભિનેત્રીઓ એવી હોય છે જેને તમે માત્ર ફિલ્મોમાં જ શોધી ન શકો. તેઓ બીજા ક્ષેત્રમાં પણ એટલી જ પ્રવૃત હોય છે....
જયારે કોઇ નવા હીરો યા હીરોઇન સફળ થવા માંડે ત્યારે ફિલ્મ જગતમાં અને પ્રેક્ષકોમાં એક નવો ઉત્સાહ, નવી અપેક્ષા જાગતી હોય છે....
હમણાં અચાનક રોમેન્ટિક ફિલ્મોની બૌછાર થવા માંડી છે અને તેમાં વરુણ ધવન-જાન્હવી કપૂર ‘બવાલ’ મચાવવા આવી રહ્યા છે. એ હકીકત બહુ જુની...
વડોદરા: કેન્દ્ર સરકારની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં માર્ગદર્શિકા ગાઇડલાઇન મુજબ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કૂલ મળી 748 આવાસોના ARHCs ની ગાઇડલાઇન મુજબ ARHCs...
વડોદરા: ચોમાસાની ઋતુમાં સાફ સફાઈના અભાવે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ અજબડી મિલ જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકો...
વડોદરા: શહેરના સર્કિટ હાઉસમાં સુરક્ષાના નામે છીંડા જોવા મળ્યા છે. અન્યના નામે બુકીંગ કરાવી તેનો ઉપયોગ કોઈ અન્ય જ કરતો હોવાનું બહાર...
વડોદરા: શહેરમાં પાણીજન્ય રોગોના કારણે રોગચાળો ફેલાયો છે અને કેસોમાં વધારો થયો છે જેના કારણે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે....
વડોદરા: શહેરમાં આજે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘ મહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એક તરફ પ્રકૃતિ ઝૂમી ઉઠી...
નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી દારૂ-જુગારની બદી ફુલીફાલી છે. સ્થાનિક પોલીસતંત્રની રહેમનજર હેઠળ જિલ્લાના તમામ નાના-મોટાં ગામ-શહેરોમાં મોટાપાયે જુગારના અડ્ડા ધમધમી...
સુરત: કર્ણાટક (Karnataka) ખાતે દિગંબર જૈન સમાજના (DigambarJain) સંતની (MonkMurder) નિર્મમ હત્યાના વિરોધના પડઘા સુરતમાં (Surat) પણ જોવા મળ્યા છે. આજરોજ સુરત...
લુણાવાડા છ લુણાવાડા શહેરની મધવાસ દરવાજા પાસે આવેલી બ્રાન્ચ શાળા નં.5ની સામે બારે માસ ગંદકીના કારણે આ શાળામાં અભ્યાસ કરતાં 500 જેટલા...
ડાકોરછ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવારના રોજ સવારના સમયે મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી હતી. સતત દોઢ-બે કલાક સુધી વરસેલાં વરસાદે પાલિકાના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET(ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરી સુરત શહરેનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 માં સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી B.SC ઇન નર્સિંગ પૂરું કરી 6 મહિનાની સખત મહેનત બાદ તા. 3 જૂન 2023 માં લેવાયેલી NORCET 4 માં હિમિષ પટેલે સમગ્ર દેશમાં 304 અને આશિષ જાદવે 818 મો રેન્ક મેળવી દેશભરનાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 4 વર્ષમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના 13 છોકરી અને 7 છોકરાઓ સહિત કુલ 20 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી એઇમ્સ NORCETમાં આગવું સ્થાન મેળવ્યુ છે. ૩ જૂન 2023 ની પરીક્ષામાં ૩૦૫૫ જગ્યા માટે સમગ્ર દેશમાંથી આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતનાં 2વવિદ્યાર્થીઓ સહિત રાજયભરના 15 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા ‘નર્સિંગ ઓફિસર‘ તરીકે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું.
મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના વતની હિમિષે કહ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાકાળ દરમિયાન મળેલી કામ કરવાની તકને કારણે પરીક્ષામાં પ્રેક્ટિકલ જ્ઞાનને આધારે પૂછાતા પ્રશ્નોમાં ખૂબ સરળતા રહી. સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ સુવિધાઓ તેમજ તેના વિભાગોને દેશભરમાં કાર્યરત એઇમ્સ સાથે સરખાવતા તેમણે કહ્યું કે, સુરત સિવિલ અને એઇમ્સની કાર્ય પધ્ધતિની સામ્યતાને કારણે આગળ કામ કરવામાં સરળતા રહેશે. રોજના 6 થી 8 કલાકનું વાંચન કરતા હિમેષ નિયમિતતા અને શિસ્તબદ્ધતાને પોતાની સફળતાનો શ્રેય આપે છે.
‘ધ્યેયની મક્કમતા જ સફળતા તરફ પ્રથમ પગલું છે’ આ ઉક્તિને ન્યાય આપતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડા સારોલ ગામના રહેવાસી આશિષ જાદવ કોઈ પણ ક્ષેત્રે ઉત્તીર્ણ થવા માંગતા વિદ્યાર્થીઓને મક્કમ ધ્યેય સાથે આગળ વધવા આહ્વાન કરે છે. તેમજ નર્સિંગ ક્ષેત્રે નામના મેળવી તેઓ પોતાના પછાત ગામડાના ગ્રેજ્યુએટ યુવક યુવતિઓને યોગ્ય માર્ગદર્શન થકી પગભર બનાવવામાં મદદ કરી ગામનો વિકાસ કરવાનો ધ્યેય રાખે છે.
હિમિષ અને આશિષ પોતાની સફળતા માટે પરિવારજનોના સાથ-સહકારની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના શિક્ષકો દ્વારા મળેલા માર્ગદર્શનને પણ શ્રેય આપે છે. તેમની આ સફળતા માટે વીર નર્મદ યુનિ.નાં વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને સબ રજિસ્ટ્રાર આર.સી.ગઢવી તેમજ સરકારી નર્સિંગ કોલેજ, સુરતનાં આચાર્ય ડૉ.ઇંદ્રાવતી રાવ અને નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ બહુમાન કર્યું હતું. જેમાં નર્સિંગ એસોસિયેશન ટીમના હોદ્દેદારો નીલેશ લાઠીયા, વિરેન પટેલ, ચેતન આહીર ઉપસ્થિત રહ્યા હતા.