સુરત: સુરતના કડોદરામાં ચોંકાવનારી ઘટના બની છે. નાનકડા બાળકોને એકલા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. અહીં માતા ઘરકામ...
ઘર ભરેલું ભરેલું લાગે છે માણસોથી અને ઘરની શોભા વધે છે ડેકોરેટિવ ફર્નિચરથી. વર્ષો પહેલા લોકોના ઘરમાં ટેબલ, ખુરશી, પલંગ, હિંચકા મુખ્ય...
કેનેડાના વડાપ્રધાન તેમનાં દેશમાં વસતા મૂળ ભારતવાસીઓને રાજી રાખવા પ્રયત્ન કરે છે ને તે ભારત માટે જોખમી પણ છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ ત્યાં...
બિખરી હુઇ ચીજોં કો સજાયા જાયે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે… (નિંદા ફાઝલી) મોદી સરકારે કેટલાક અત્યંત સરાહનીય પ્રજાકીય કાર્યો...
દેશમાં શહેરો અને સંસ્થાઓના નામો બદલવાની શરૂઆત થયા પછી હવે ભાજપ અને મોદી, ચંદ્ર પરના સ્થળોનં પણ નામકરણ કરવા લાગ્યા છે. એવી...
એક ભિખારી હતો. તેનાં સપનાં હતાં મોટા ધનવાન માણસ થવાનાં. પણ તે કામ કરતો હતો ભીખ માંગવાનું. આખો દિવસ મંદિરની બહાર બેસીને...
“હવે કોઈ જાતે કશું કરતું નથી ..કરી શકે તેમ પણ નથી ….કોન્ટ્રાકટ આપી દેવો એ જ બેસ્ટ”…..આપણા રોજિંદા જીવનમાં આ વાક્યો હવે...
ત્રિપુરા ઔદ્યોગિક રીતે દેશનું સૌથી પછાત રાષ્ટ્ર ગણાય છે. એની ભૌગોલિક પરિસ્થિતિ, વસ્તીનો પ્રકાર, શિક્ષણનું સ્તર, ઇત્યાદિ બાબતો રાજ્યમાં મોટા અને મધ્યમ...
હાલમાં આપણા દેશના કાયદા પંચે જાતીય સંબંધો બાંધવા માટે મંજૂરી આપવાની લઘુતમ વય કેટલી હોવી જોઇએ તે બાબતે અભ્યાસ કરીને કાયદા મંત્રાલયને...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. દારૂ કૌભાંડ કેસમાં ૧૦ કલાક લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં...
નવી દિલ્હીઃ વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ ટીમ ઈન્ડિયા (India) માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના (IndianCricketTeam) સ્ટાર ઈનફોર્મ ઓપનર શુભમન...
સુરત: (Surat) સ્પાની (Spa) આડમાં ચાલતુ કૂટણખાનુ એએચટીયુ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ છે. પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સિદ્ધ વિનાયક પ્લેટેનિયમ...
નવસારી: (Navsari) યુવતીએ પ્રેમ (Love) સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી યુવતીને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજય સિંહની (Sanjay singh) ધરપકડ (Arrest) બાદ દેશભરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. દિલ્હી દારૂ કૌભાંડ...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) યોજાવાની છે. વાયબ્રન્ટ સમિટ-2024નાં...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય સરકારે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સને (Ambulance) લઇને એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, (Civil Hospital)...
ગાંધીનગર: (Gandhinagar) પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) મોહનથાળ બનાવવામાં વપરાયેલા ઘીમાં (Ghee) ભેળસેળ હોવાના મામલો બહાર આવતા ભારે હોબાળો થયો છે....
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક માથાભારે તત્વો પોલીસ (Police) વિભાગ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. પોતાને ડોન (Don) ગણાવનાર કેટલાક...
સુરત: સુરતમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ(Google) ઉપર સર્ચ(Search) કરી દેશના ધનાઢ્ય(Rich) વ્યક્તિઓના નામે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વોટ્સએપ(Whatsapp) કોલ કરી લાખો...
નવી દિલ્હી: સિક્કિમ(Sikkim)ના લોનાક તળાવ(Lake)માં 4 ઓક્ટોબર બુધવારે વહેલી સવારે વાદળ(CloudBurst) ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર(Flood) આવ્યું હતું. જેથી ભારે જાનહાનિ(Death) થઈ...
નવી દિલ્હી: (New Delhi) World Cup 2023 અંગે વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ (Greenstone Lobo) આગાહી (Prediction) કરી છે કે વર્ષ 1987માં જન્મેલા...
સુરતઃ સરકાર (Goverment) દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. આવો જ એક નિયમ છે શૈક્ષણિક સંસ્થાઓ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ(Cricket) ટીમનો સ્ટાર ઓપનર શિખર...
સુરત: (Surat) ઉધના (Udhana) ગાંધી કુટિર સોસાયટીમાં વિદ્યાર્થીની મોતની ઘટના સામે આવી છે. વાસણ સાફ કરતી કિશોરી ચક્કર આવ્યા બાદ બેભાન થઈ...
સુરતઃ ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) આજે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવી જ સ્થિતિ ગયા વર્ષે શ્રીલંકામાં (Sri Lanka) જોવા મળી...
અમદાવાદ: (Ahmedabad) ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો (World Cup 2023) અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે આરંભ થઈ ચુક્યો છે. પ્રથમ...
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Elelction) પહેલા કોંગ્રેસ-ભાજપનો (Congress) પ્રચાર સતત નવો વળાંક લઈ રહ્યો છે. ભાજપના (BJP) નેતાઓ વિપક્ષી ગઠબંધન...
નવી દિલ્હી: ચીનમાં (china) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે (India) અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: સુરતના કડોદરામાં ચોંકાવનારી ઘટના બની છે. નાનકડા બાળકોને એકલા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. અહીં માતા ઘરકામ કરતી હતી ત્યારે 7 મહિનાની માસૂમ બાળકી ભૂલથી ખોરાક સમજી ગરોળી ચાવી ગઈ છે. બાળકીને ગરોળી ચાવતા જોઈને માતા ગભરાઈ ગઈ હતી. તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટના કડોદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની છે. એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અભિષેક સિંહ અહીં પત્ની અને દીકરી સાથે રહે છે. ગઈકાલે ગુરુવારે સાંજે તેમની પત્ની ઘરકામ કરતી હતી ત્યારે 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી, ત્યારે દીકરીની નજીકથી એક ગરોળી પસાર થઈ રહી હતી. બાળકીએ રમત રમતમાં ગરોળીને પકડી લીધી હતી અને ખોરકા સમજી પોતાના મોંઢામાં મુકી દઈ તેને ચાવવા લાગી હતી.
માતા ઘરકામમાં બિઝી હોવાથી તેને આ વાતની જાણ થઈ નહોતી. તે જ્યારે બાળકી પાસે પહોંચી ત્યારે તેના હાથમાં ચાવી નંખાયેલી ગરોળી જોઈને તે ડરી ગઈ હતી. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાનમાં લઈ જવાઈ હતી. જોકે, ગરોળી જેવી ઝેરી જનાવર બાળકીએ ચાવી લીધું હોય તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સિવિલમાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે, તેની તબિયત સ્થિર છે.
નાના બાળકોને એકલા મુકી પરિવારના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત થઈ જવાના લીધે અનેકોવાર અનિચ્છનીય અને અપ્રિય ઘટના બનતી હોવાના કિસ્સા સાંભળવા મળતા હોય છે. બાળકોના પડી જવાના, તેઓને વાગવાના કે કોઈ જીવજંતુ દ્વારા કરડી જવાના બનાવ બનતા હોય છે. તેથી બાળકો પર નજર રહે તે રીતે ઘરમાં રાખવા જોઈએ.