National

ઓક્સિજન અછતનો મામલો સુપ્રીમમાં, દિલ્લી હાઇકોર્ટના ચુકાદાને કેન્દ્રનો પડકાર

કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરે દેશમાં હોબાળો મચાવ્યો છે. સતત વધી રહેલા કોરોના દર્દીઓના કારણે, રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઓક્સિજન ( oxygen) નો હાહાકાર જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ઓક્સિજન સંકટનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં ( supreme court) પહોંચ્યો છે. ઓક્સિજન સંકટ અંગે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટ ( delhi highcourt) ના નિર્ણયને પડકાર્યો હતો.

રાજધાનીમાં ઓક્સિજન સંકટ અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ઓક્સિજન કટોકટીના કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ પછી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને આજે આ મામલે સુનાવણી કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ આ કેસની સૂચિ બનાવવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે.

પાટનગરમાં ચાલી રહેલા ઓક્સિજન સંકટ અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. સુનાવણી દરમિયાન, દિલ્હી સરકારે કોર્ટને કહ્યું છે કે, બાકીના દિવસો કરતાં અગાઉના દિવસે કેન્દ્રથી વધુ ઓક્સિજન પ્રાપ્ત થયો છે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસે હાઇકોર્ટે ઠપકો આપ્યો હતો અને કેન્દ્રને નોટિસ આપી હતી. કેન્દ્રએ બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે પાછલા દિવસની સુનાવણી મીડિયામાં એવી રીતે બતાવવામાં આવી છે કે જાણે કે કેન્દ્ર આ મુદ્દે સંવેદનશીલ નથી, આ કેસમાં અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

Most Popular

To Top