National

ઓનલાઈન ગેમિંગ અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

નવી દિલ્હી: હાલ ઓનલાઈન ગેમિંગનો (Online gaming) શોખ યુવાનોને ચઢયો છે. ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવા તેમજ ઓનલાઈન ગેમ પર સટ્ટા (speculation) રમવાના કેસોમાં વધારો થઈ ગયો છે. આ માટે સરકારે ગુરુવારે ઓનલાઈન ગેમિંગ અંગે કેટલાય નિયમો બહાર પાડ્યા છે. ઈલેકટ્રોનિકસ અને સૂચના પ્રૌધિગિક મંત્રાયલના રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ નિયમોની ધોષણા કરી હતી. નવા ગેમિંગ નિયમો ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીને પ્રતિબંધિત કરે છે. આ ઉપરાંત તમામ ઑનલાઇન રમતો સેલ્ફ રેગ્યુલેચરી ઓર્ગેનાઈઝેશન (SRO) દ્વારા નક્કી કરવામાં આવશે.

ઈલેકટ્રોનિકસ અને સૂચના પ્રૌધિગિકનાં રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે જુગાર અથવા સટ્ટાબાજી સાથે સંકળાયેલી ઓનલાઈન ગેમ્સ નવા ઓનલાઈન ગેમિંગ નિયમોના દાયરામાં આવશે. રાજ્ય મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે અમે એક ફ્રેમવર્ક સાથે કામ કરી રહ્યા છીએ કે તમામ ઓનલાઈન ગેમિંગને SRO દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. એટલે કે રમતમાં જુગાર છે કે નહીં તે SRO નક્કી કરશે. તેમણે કહ્યું કે બહુવિધ SRO હશે અને આ SROમાં ઉદ્યોગ સહિત તમામ હિસ્સેદારોની ભાગીદારી હશે, પરંતુ તેના સુધી મર્યાદિત નહીં.

ઓનલાઈન ગેમિંગ એપ માટે SROની પરવાનગી લેવી ફરજિયાત
ઈલેકટ્રોનિકસ અને સૂચના પ્રૌધિગિકનાં રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વધારામાં જણાવ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેચરી ઓર્ગેનાઈઝેશન દરેક રમત પર નજર રાખવા અને તેને જજ કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે એપમાં સટ્ટાબાજીનો સમાવેશ થાય છે કે કેમ તેના આધારે પરવાનગી નક્કી કરવામાં આવશે. જો સટ્ટાબાજી સામેલ હોય તો SRO એ કહેવાની સ્થિતિમાં હશે કે તે ઓનલાઈન ગેમ્સને મંજૂરી નથી. એટલે કે હવેથી ઓનલાઈન એપ માટે તેમજ ગેમિંગ માટે SROની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

સરકારે IT નિયમો, 2021 હેઠળ ઓનલાઈન ગેમિંગ માટે નિયમો જાહેર કર્યા હતાં. તેમણે વધુમાં કહ્યું કે વાસ્તવિક પૈસાનો જુગાર ધરાવતી કોઈપણ ઓનલાઈન ગેમને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ઓનલાઈન ગેમ્સ કે જે ફંડ એકત્ર કરે છે તેને કેવાયસી ધોરણોનું પાલન કરવું પડશે.

Most Popular

To Top