Charchapatra

વન મેન આર્મી

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વેળાની ચૂંટણી મહાસંગ્રામ જેવી સાબિત થશે. ઇન્ડિયા-ગઠબંધન પ્રધાન મંત્રી મોદીને સત્તાસ્થાનેથી હટાવવા ફાઇટ ટુ ફીનીશ મૂડમાં હતી, પણ તે સવ્યમ જ અત્યારે વેડવીખેર છે. આમ છતા જંગ તો જંગ છે એટલે દરેક પોતાની તાકાત લગાવશે. પરંતુ મોદીએ ઊભી કરેલી આંતરરાષ્ટ્રીય નામના સામે વિપક્ષો વામણાં સાબિત થાય તેવું લાગે છે. 2014માં પહેલી વાર નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. 2019માં ફરી વાર પ્રધાન મંત્રી બન્યા હતા. હવે 2024ની ચૂંટણીમાં ભાજપ તેના સહયોગી પક્ષો સાથે 370 થી 400 બેઠકો મેળવશે તે વાત નિશ્ચિત છે.

અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ, કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી કરી. વિગેરે અનેક વિકાસગાથા મોદીનું જમા પાસું છે. ચૂંટણીમાં મતદારો ઉમેદવારને જોઇને નહીં, પરંતુ મોદીના નામે મત આપતા હોય છે. આથી મોદી વન મેન આર્મી જેવા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા કાઢી છે. હજી તો જે વિસ્તારમાં જાય તે પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આમ કોંગ્રેસની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઇ ગઇ છે. ભાજપને કોઇ સ્ટાર પ્રચારકોની જરૂર નથી. માત્ર મોદી અને અમિત શાહ જ કાફી છે. વિપક્ષોએ બદલાની ભાવના કરતાં બદલાવ લાવવાની જરૂર છે.
તરસાડા           – પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

એવાં વડીલોને વડીલો ન કહેવાય
હવે તો કહેવાતાં વડીલોને ભરોસે તમારાં કુમળી વયનાં સંતાનો કદી તેમના ભરોસે મૂકશો નહીં. સમાજમાં મોં બતાવવાના લાયક પણ રહેતા વડીલોની ફરિયાદ કરતાં બાળ વયનાં બાળકો મમ્મી મમ્મી દાદાએ આવું કર્યું! આનાથી વિપરીત સંતાનોની માતાઓ બરમુડા પહેરી શોપિંગ, શાક બજાર અને મોલમાં જાય ત્યારે લાગે છે કે શૉ કેસમાં મૂકવા જેવાં મોડલો પણ શરમાતાં હોય. યુ ટ્યુબ અને અર્ધનગ્ન ફિલ્મો સસરાઓ પણ હવે વહુઓને ખોળે બેસાડતાં જોઈ શકશો.
અડાજણ – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top