World

દક્ષિણ આફ્રિકાની નાઈટ કલબમાં 21 કિશોરો મૃત અવસ્થામાં મળ્યા, મોટાભાગના મૃતકો 13 વર્ષના

જોહિન્સબર્ગ: શનિવારની (Saturday) મધ્ય રાત્રિએ સીનરી પાર્કમાં આવેલા એન્યોબેની ટેવર્નમાં ઈમરજન્સી (Emergency) સેવાઓ બોલાવવામાં આવી હતી. કાંઠાકીય શહેર ઈસ્ટ લંડનના નાઈટ ક્લબમાં (Night Club) ઓછામાં ઓછા 21 લોકોનાં મૃત્યુની (Death) તપાસ દક્ષિણ આફ્રિકાની પોલીસ (Police) કરી રહી છે. મળતી માહિતી મુજબ મોટાભાગના મૃત્યુ પામનારા 13 વર્ષના સગીર હતા. જો કે આ લોકોના મૃત્યુ પાછળનુ સ્પષ્ટ કારણ હજી સુઘી જાણી શકાયું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સગીરોની શાળાની પરીક્ષા (School Exam) પૂર્ણ થયા પછી તેઓ ઉજવણી (Celebration) કરવા માટે આ નાઈટ કલબમાં આવ્યાં હતા. પરંતુ પોલીસ માટે ચોંકાવનારી વાત એ છે કે જો આ સગીરોની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે તેઓને આ કલબમાં પ્રવેશ કેવી રીતે મળ્યો!

  • પોલીસ તપાસમાં ઈજાના કોઈ પણ દૃશ્યમાન ચિહ્નો મૃતદેહોના ટેબલ અને ખુરશીઓ પર વિખરાયેલા ન હતા
  • ચોંકાવનારી વાત એ છે કે સગીરોની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે તેઓને આ કલબમાં પ્રવેશ કેવી રીતે મળ્યો!
  • રાષ્ટ્રપતિ સિરીલ રામાફોસાને થતા તેઓએ મૃતકોના પરિવારને સાંત્વના સંદેશ પાઠવ્યા

પોલીસ તપાસમાં ઈજાના કોઈ પણ દૃશ્યમાન ચિહ્નો મૃતદેહો પર કે ક્લબના ટેબલ અને ખુરશીઓ પર વિખરાયેલા ન હતા. આરોગ્ય ખાતાના પ્રવક્તા સિયાન્દા મનાનાએ કહ્યુ હતુ કે આ સમયે અમે મૃત્યુના કારણની પુષ્ટી કરી શકતા નથી. વઘારામાં તેઓએ જાણકારી આપી હતી કે મૃતદેહોનું પોસ્ટમાર્ટમ કરવામાં આવશે જેથી કરી જે લોકોના મૃતદેહો મળી આવ્યા છે તેઓના મૃત્યુનું કારણ જાણી શકાય. પોલીસ મંત્રી ભેકી સેલેએ કહ્યુ હતુ ‘પીડિતોની ઉંમર 13થી 17 વર્ષની હતી, જેનાથી પ્રશ્ન ઉભા થયા છે કે ઓછી ઉંમરના કિશોરોને દારૂ કેમ પીરસવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ રાષ્ટ્રપતિ સિરીલ રામાફોસાને થતા તેઓએ મૃતકોના પરિવારને સાંત્વના સંદેશ પાઠવ્યા હતા. રામાફોસેએ એક નિવેદનમાં કહ્યુ હતુ હું એ જાણવા માંગુ છું કે આટલી નાની વયના કિશોરો તે જગ્યાએ ભેગા થયા જે જગ્યા 18 વર્ષથી વધુ વયના લોકો માટે છે. કલબના માલિકે જણાવ્યું હતું કે મને ખબર નથી કે અસલમાં શું થયુ હતુ, મને જ્યારે સવારે ફોન આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યુ હતુ કે ક્લબમાં બહુ જ ભીડ છે અને લોકો દારૂના કાઉન્ટર સુધી પહોંચવા માટે ધક્કા મુક્કી કરી રહ્યા છે.

Most Popular

To Top