Madhya Gujarat

નડીઆદ MLAએ 5 કરાેડનો દાવાે માંડ્યો

નડીઆદ : નડીઆદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ વિરૂદ્ધ છેલ્લા કેટલાંય સમયથી ગીરધારી ચાંડક દ્વારા વિવિધ આક્ષેપાે સાેશ્યલ મિડીયામાં વાયરલ કરવા તથા પાેતાના સાપ્તાહિકમાં લખાણાે છાપ્યા હતા. આ અંગે ધારાસભ્યએ તેની સામે રૂપિયા 5 કરાેડનાે દાવાે માંડ્યાે છે. તેને લઈને નડીઆદમાં ભારે ચકચાક મચી ગઈ છે. નડીઆદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કાેર્ટમાં દાખલ કરેલા દાવામાં જણાવ્યું હતું કે, ગીરધારી ચાંડક તથા તેમની પત્ની અને પુત્ર નડીઆદની શ્યામ સુંદર સાેસાયટીમાં રહે છે. તેઆે છેલ્લા કેટલાંક સમયથી ધારાસભ્ય સામે વિવિધ આક્ષેપ કરતા લખાણાે તેમના સાપ્તાહિક પેપર અને સાેશ્યલ મિડીયામાં વાયરલ કરી રહ્યા છે.

આ ઉપરાંત નડીઆદ ટાઉન, નડીઆદ પશ્ચિમ, નડીઆદ ગ્રામ્ય, વસાે અને ચકલાસી પાેલીસ મથક અંગે પણ બંદનક્ષી કરતા લખાણ પ્રસિદ્ધ કર્યા છે. આ લખાણના કટીંગ સાેશ્યલ મિડીયામાં વાયરલ પણ કરે છે. એક વર્ષ પહેલા ગીરધારી ચાંડકે સાેશ્યલ મિડીયામાં લાઈવ વિડીયાે થકી ધારાસભ્યએ અને પાેલીસ કર્મચારી ભેગા થઈને હુમલાે કરાવે છે તેવું પણ જણાવ્યું હતું. કેટલે હદ સુધી કે ગુંડાગર્દી જેવા શબ્દાેનાે પણ ઉલ્લેખ કર્યાે હતાે. આ ઉપરાંત ખાેટા કેસાે કર્યા હાેવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત 9મી જુલાઈ 2021ના રાેજ પણ ધારાસભ્ય સત્તાનાે દુરઉપયાેગ કરતા હાેવાનું પણ વિડીયાે અપલાેડ કર્યાે હતાે. જાે કે પંકજભાઈ દેસાઈ વર્ષાેથી રાજકારણ તથા સામાજીક કામાે સાથે સંકળાયેલા છે.

તેઆેએ બીએસસી સુધી અભ્યાસ કર્યાે છે. રાજકારણમાં જાેડાયા બાદ નડીઆદ નગરપાલિકામાં લાંબાે સમય સુધી કાઉન્સીલર ઉપરાંત નડીઆદ પાલિકામાં પ્રમુખ તરીકે પણ સેવા આપેલી છે. તેમની સારી સેવા બિરદાવી ભાજપ દ્વારા નડીઆદ િવધાનસભાની ચૂંટણી લડવા ટીકીટ આપી હતી. તેઆે છેલ્લા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચુંટાઈ રહ્યા છે. તેમની વફાદારી અને વિકાસના કાર્યાે જાેતા છેલ્લી ત્રણ ટર્મથી વિધાનસભાના મુખ્ય દંડક તરીકે નિમણુંક કરવામાં આવી છે. પંકજભાઈ દેસાઈની બેસ્ટ એમએલએ તરીકે પણ 2019માં એવાેર્ડ આપવામાં આવ્યાે છે. આ ઉપરાંત ખેડા અને આણંદ જીલ્લાની જુદી જુદી સંસ્થામાં પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્ય તેમજ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. નડીઆદની મહાગુજરાત હાેસ્પિટલ અને હીન્દુ અનાથ આશ્રમમાં પણ સેવા આપી રહ્યા છે. આથી તેમની આબરૂને ધક્કાે પહાેંચાડવાના બદઈરાદાથી બદનક્ષી કારક લખાણાે છાપી તેને વાયરલ કરી જાહેર જીવનને નુકશાન પહાેંચાડવામાં આવ્યું છે. આથી ગીરધારી ચાંડક અને તેના પરિવારાેએ નુકશાનના વળતર પેટે રૂિપયા 5 કરાેડ વસુલવા દાવાે કર્યાે છે.

Most Popular

To Top