National

કર્નાટકમાં પુત્રએ પિતાની હત્યા કરી લાશના 30 ટુકડા કર્યા અને ફરાર થઈ ગયો, પરત ફરતાં..

નવી દિલ્હી: એક તરફ જયાં શ્રદ્ધા મર્ડર કેસે સમગ્ર ભારતના લોકોને હચમચાવી નાંખ્યા હતાં. ત્યાં કર્નાટકમાંથી (Karnatak) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક પુત્ર તેના પિતાની હત્યા (Murder) આટલી ક્રુરતાથી કરી શકે છે તેનો તમે અંદાજો પણ નહિં લગાવી શકો. કર્નાટકમાં એક આવો જ કિસ્સો બન્યો છે. જેમાં એક 20 વર્ષના દીકરાએ તેના પિતાની હત્યા કરી નાંખી અને પછી તેની લાશના 30 ટુકડા કરી તેને બોરવેલમાં ફેંકી દીધા. આ ધટના પછી સમગ્ર પંથમમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ધટનાએ ફરીએકવાર દિલ્હીના (Delhi) શ્રદ્ધા હત્યાકાંડની યાદ અપાવી દીધી છે.

રુંવાડા ઉભા કરી નાંખે એવી આ ધટના કર્નાટકના બાગલકોટ જિલ્લાની છે. ત્યાંના મુધોલ વિસ્તારમાં એક 20 વર્ષના પુત્રએ તેના પિતાની હત્યા કરી નાંખી છે. તેમજ તેની લાશના 30 ટુકડા કરી બોરવેલમાં ફેંકી દીધા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટના 6 ડિસેમ્બરના રોજ ધટી હતી. આરોપીની ઓળખ વિઠ્ઠલ નામે થઈ છે. વિઠ્ઠની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. વિઠ્ઠની સાથે પૂછપરછ કરતા જાણકારી મળી આવી છે કે તેનો પિતા પરશુરામ તેને દારૂ પીને ખૂબ મારતો હતો.

6 ડિસેમ્બરનાં રોજ પણ કંઈક આવું જ થયું હતું. પરશુરામ દારૂના નશામાં આવ્યો અને તેના પુત્ર વિઠ્ઠલ સાથે મારપીટ કરવા લાગ્યો હતો. એકાએક વિઠ્ઠલને ગુસ્સો આવતા તેણે પણ તેના પિતાને મારવાનું શરુ કર્યું હતું. તેણે ધારદાર વસ્તુથી તેના પિતા પર હુમલો કર્યો હતો જેના કારણે પરશુરામનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતાને મૃત જોઈને વિઠ્ઠલ ડરી ગયો ગતો. તેમજ તેનાં પિતાની લાશને ઠેકાણે લગાવવાનું નકકી કર્યું હતું. તે તેના પિતાની લાશ મુધોલ કસ્બાના બહારના વિસ્તારમાં સ્થિત પોતાના ખેતરના બોરવેલમાં ફેંકવા માગતો હતો. જો કે તેવું તેણે અજમાવ્યું પણ પરંતુ તે લાશને બોરવેલની અંદર ફેંકી શકયો નહિ.

લાશને જોઈને તે ડરી તો રહ્યો હતો સાથે તેણે લાશને ઠેકાણે પણ લગાવવવાની હતી જેના કારણે તેણે લાશના 30 ટુકડા કરી નાંખ્યા અને ત્યાર પછી તેને પોતાના ખેતરના બોરવેલમાં ફેંકી દીધા હતાં. ત્યાર પછી તે ફરાર થઈ ગયો હતો પરંતુ શનિવારના રોજ ફરી પોતાના ઘરે પરત ફર્યો હતો. પરિવારના લોકોએ જયારે તેને તેના પિતા માટે પૂછયું તો તેણે કહ્યું કે હું નથી જાણતો કે તેઓ કયાં છે. જો કે આ મામલે પોલીસને પહેલાથી જ વિઠ્ઠલ ઉપર શક હતો. જયારે પોલીસે વિઠ્ઠની સાથે કડકાઈથી પૂછપરઠ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેણે જ પોતાના પિતાની હત્યા કરી હતી.

Most Popular

To Top