SURAT

લીંબાયતમાં નજીવી બાબતે યુવકની હત્યા

સુરત: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત ક્રાંતિનગરમાં ગઇકાલે મધરાત્રે એક યુવકની હત્યા(Murderd) થતા ખળભળાટ થઈ ગયો હતો. મરનાર ટેમ્પો ચાલક(Tempo Driver) હોવાનું અને ઘરનો આર્થિક આધાર(Finance) હોવાનું સામે આવ્યું છે. એક મહિના પહેલા બાઇક પર બેફામ જતા(Rough Driving) યુવકને ઠપકો આપવાના કારણે હત્યા(Murder) કરાઈ હોવાનું સામે આવ્યું છે. લીંબાયત પોલીસે(Limbayat Police) આ હત્યા કેસમાં એક ની ધરપકડ(Arrested) કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • લિંબાયતમાં ટેંપોચાલકનું ગઇકાલે મર્ડર થયું
  • એક મહિના પહેલા થયેલી બહેસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
  • ઘરના આર્થિકસ્તંભની હત્યાની ફરિયાદ થયા બાદ લિંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક રહિમ શેખએ એક મહિના પહેલા ઝડપથી બાઇક ચાલનાર યુવકને ઠપકો આપ્યો હતો. જેથી માથાફરેલ યુવકે બરાબર વોચ રાખી ગત રાત્રે રહિમની હત્યા કરી હતી. હત્યાની જાણ થતાં પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ રહિમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં રહિમનું મૃત્યુ થયું હતું. પરિવારે લિંબાયત પોલીસને ફરિયાદ કરી છે. લિંબાયત પોલીસે વધુ તપસ હાથ ધરી છે.

શેખ હસન (મૃતકના પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે, ઘટના સોમવારની છે. રહીમ શેખ(મરનાર) કામ પરથી આવ્યા બાદ મિત્રો સાથે બેસવા મહોલ્લામાં નીકળ્યો હતો. તે જ સમયે હુમલાખોર ઈસમેં ઝગડો કરી ઉપરા છાપરી ચપ્પુના 5 ઘા મારી દેતા રહીમ જમીન ઉપર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર ઘટનાસ્થળે દોડી જતા હુમલાખોર ભાગી ગયો હતો. જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્ત રહીમને સારવાર માટે સિવિલ લઈ આવતા ફરજ પરના તબબે તેને મૃત જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે રહીમને છાતી, નાક, ગળા અને માથામાં ઉપરાછાપરી 5 ઘા મરાયા હતા.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રહીમ ખલીલ શેખ માત્ર 27 વર્ષનો હતો. ટેમ્પો ચલાવી માનસિક બીમાર નાનો ભાઈ, ત્રણ બહેનો, માતા-પિતા, પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવતો હતો. એક મહિના પહેલા હુમલાખોર સાથે બાઇક ધીરે ચલાવવા બાબતે ઠપકો આપતા ઝગડો થયો હતો. બસ આજ કારણે સોમવારના રોજ હુમલાખોરે રહીમની રસ્તા ઉપર હત્યા કરી હતી. હત્યાના કેટલાક કલાકો બાદ હત્યારો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ લીંબાયત પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Most Popular

To Top