Entertainment

મુંબઈમાં કોરોના વધતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફટકો : ‘સૂર્યવંશી’ની રીલીઝ મોકૂફ રાખી

મુંબઇ : મહારાષ્ટ્ર (MAHARASHTRA) સરકારે વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) ઘટાડવા વીકએન્ડ લોકડાઉન(WEEKEND LOCK DOWN)ની જાહેરાત કરી છે. આ સાથે ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ ફિલ્મની રીલીઝ મોકૂફ રાખી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, લોકડાઉનના કારણે થિયેટર ઈન્ડસ્ટ્રી (FILM INDUSTRY)ને ભારે નુકસાન થશે. મનોરંજન ક્ષેત્ર રિકવરીની સ્થિતિમાં હતું. જે ફેબ્રુઆરીથી દેશના વિવિધ ભાગોમાં થિયેટર સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. પરંતુ મહારાષ્ટ્રમાં થિયેટર 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત હતા. પરંતુ, મહારાષ્ટ્ર સરકારે શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

નિર્માતાઓ, પ્રદર્શકો અને વિતરકોનું કહેવું છે કે, તેઓ સોમવારે અક્ષય કુમાર (AKSHAY KUMAR) અભિનીત ફિલ્મ ‘સૂર્યવંશી’ (SURAVANSHI)ની રીલીઝને નિર્માતાઓએ સોમવારે અનિશ્ચિત સમય માટે લંબાવી દીધી છે. આ સિવાય, અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘ચહેરે’ અને રાની મુખર્જી-સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘બંટી ઑર બબલી 2’ ના થિયેટર રિલીઝ પહેલાથી જ આગળ ધકેલી દેવામાં આવ્યા છે. મીડિયા અને માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યુઝિકના પ્રમુખ અને કેટલાક ટી-સિરીઝ ફિલ્મના સહ નિર્માતા વિનોદ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતાં મોટી ફિલ્મો રિલીઝ થવાની સંભાવના નથી.

મુંબઇમાં વીકએન્ડ લોકડાઉનની ખબરથી પ્રદર્શકો વધુ નિરાશ થયા છે, કારણ કે આ થિયેટરોમાં ધંધાના નિર્ણાયક દિવસ છે. સિનેમા ઑનર્સ અને એક્ઝિબીટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ નીતિન દાતરે જણાવ્યું હતું કે, તેઓને મોટું નુકસાન થશે. ચંદારામણિનો અંદાજ છે કે, રાજ્ય સરકારના નવા નિર્ણયના કારણે બૉલિવૂડને આશરે 400 કરોડનું નુકસાન થયું છે. દરેક થિયેટરોને દર મહિને આશરે 30થી 40 લાખ રૂપિયાની ખોટ થઈ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top