Gujarat

મોરબીમાં થયેલા ભયાનક અકસ્માત વચ્ચે ઓરેવા કંપનીનો આ પત્ર સામે આવતા સવાલો ઉભા થયા

ગુજરાત: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) રવિવારના રોજ થયેલા ભયાનક અકસ્માતે અનેક સવાલો ઉભા કર્યા છે. આ અકસ્માતમાં જેમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. રિનોવેશન કરનાર ઓરેવા કંપની પણ વિવિધ આરોપોનો સામનો કરી રહી છે. તે આક્ષેપો વચ્ચે હવે ઓરેવા કંપનીનો એક પત્ર સામે આવ્યો છે જે મોરબીના કલેક્ટરને લખવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તે પત્રમાં લખવામાં આવ્યું છે કે ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો બ્રિજનું સંપૂર્ણ સમારકામ શક્ય નહીં બને.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ પત્ર ઓરેવા કંપની વતી મોરબીના કલેક્ટરને બે વર્ષ પહેલા 20 ઓગસ્ટના રોજ લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા કંપની દ્વારા લખવામાં આવ્યું હતું કે મોરબીના ઝૂલતા પુલ માટે કંપનીને કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો આવી સ્થિતિમાં સંપૂર્ણ સમારકામ યોગ્ય રીતે થશે નહીં. માત્ર કામચલાઉ રીતે કામ કરવામાં આવશે. તેમજ આ પુલને કામચલાઉ સમારકામ કરીને જ ખોલવામાં પણ આવશે.

કંપની પાસે 15 વર્ષ માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો
જણાવી દઈએ કે ઓરેવા કંપની પાસે 15 વર્ષ માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો. આ કંપની ઘડિયાળો અને બલ્બ બનાવે છે. કંપનીએ 7 મહિના પહેલા બ્રિજના રિનોવેશનનું કામ થર્ડ પાર્ટી દેવ પ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું. 2 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ પૂર્ણ થયા બાદ 26 ઓક્ટોબરે આ પુલ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેના ચાર દિવસ બાદ રવિવારે આ અકસ્માત થયો હતો.

મેઇન્ટેનન્સનાં નામે માત્ર સમારકામ
આ સમગ્ર અકસ્માત પાછળ બેદરકારી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજની જાળવણીના નામ પર માત્ર સમારકામ પૂરું કરવામાં આવ્યું હતું. ન તો કાટ લાગેલો જૂનો કેબલ બદલવામાં આવ્યો. તેમજ ફ્લોર પ્લેટ યોગ્ય રીતે ઠીક કરવામાં આવી ન હતી. કંપનીએ 8-12 મહિનાના મેઇન્ટેનન્સ બાદ આ બ્રિજ ખોલવાનો હતો, પરંતુ કંપનીએ તેને 7 મહિનામાં જ ખુલ્લો મુક્યો હતો. આટલું જ નહીં, કંપની દ્વારા ન તો ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે ન તો વહીવટીતંત્રની કોઈ પરવાનગી.

સમગ્ર ઘટનામાં પોલીસે 9 લોકોની કરી ધરપકડ
મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મેનેજરનો સમાવેશ થાય છે, જેમણે ગયા અઠવાડિયે પુલ ખુલ્લો થયો તે પહેલા રિપેરિંગનું કામ કર્યું હતું. બેદરકારી બદલ ધરપકડ કરાયેલા લોકોમાં 2 કોન્ટ્રાક્ટર અને 3 સુરક્ષા ગાર્ડ તેમજ 2 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે.

Most Popular

To Top