Comments

મોદી સ્ટેડિયમમાં મોદી!

2009ના નવેમ્બરમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ હતી. સચીન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ પૂરાં કર્યાં હતાં. આ મેચના બે મહિના પહેલાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખપદે ચૂંટાયા હતા. આમ જયારે સચીન તેંડુલકરનું સન્માન કરવાનો નિર્ણય થયો ત્યારે એ સન્માન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. ટેસ્ટ મેચના પ્રારંભે મોદીએ સચીન તેંડુલકરને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની સાથે તસ્વીરો પડાવી હતી.

તે સમયે સચીન તેંડુલકરે નરેન્દ્ર મોદી કરતાં ખાસ્સી વધુ લોકપ્રિયતા મેળવી હતી અને ઘર ઘરમાં જાણીતું નામ થઇ ગયું હતું અને સચીન સાથે નામ જોડવાથી મોદીને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. 2013નો ઓકટોબર મહિનો મોદીએ વડા પ્રધાન બનવા માટેની પોતાની ઝુંબેશ આદરી હતી અને તે માટે તેણે પોતાનું નામ એક જીવંત ક્રિકેટર સાથે નહીં પણ એક મહાન મુત્સદ્દી રાજદ્વારી સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય કર્યો અને સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો અને ચૂંટણી પ્રચારમાં દાવો કર્યો કે તક મળી હોત તો સરદાર પટેલ જવાહરલાલ નેહરુ કરતાં વધુ સારા વડા પ્રધાન બની શકયા હોત. ભારત પહેલેથી જ વધુ સલામત, વધુ મજબૂત અને વધુ આત્મનિર્ભર રાષ્ટ્ર બની ગયું હોત.

2009માં નરેન્દ્ર મોદીને સચીન સાથે સ્ટેજ ઓળખ સાધવાની જરૂર લાગી તો 2013-14માં સરદાર પટેલ સાથે માર્ચ 2021 એટલે કે સાત વર્ષ પછી મોદીએ એક પછી એક સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને પ્રચંડ વિજય અપાવ્યો હતો. હવે તો મોદી પૂરેપૂરા ઘડાઇ ચૂકયા હતા અને તેમને પોતાના ગુરુ એલ.કે. અડવાણી, પોતાના જ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી અને સરદાર પટેલની પણ પોતાની છબી વિરાટ બનાવવાની જરૂર નથી પડી.

સાડા અગિયાર વર્ષ પછી સરદાર પટેલ સ્ટેડિયમ પર વધુ એક ટેસ્ટ મેચ શરૂ થશે. હવે એ સરદાર પટેલ સ્ટેડિયમ નથી રહ્યું. મોદી સ્ટેડિયમ બની ગયું છે. મોદીના સત્તાકાળ દરમ્યાન જ તેમનું નામ સ્ટેડિયમ સાથે જોડાઇ ગયું હતું. તેઓ સ્તાલિન, હિટલર, મુસોલિની, સદ્દામ, હુસૈન અને ગદ્દાફીની હરોળમાં આવી ગયા હતા. ‘વિશ્વની સૌથી મોટી લોકશાહી’ના વડા અને આ લોકોની કંપની કંઇ જામતી નથી. જો કે મોદીને તેમાં કંઇ અગવડ નથી પડતી. તેમણે પોતાના જ નામવાળા સ્ટેડિયમમાં બેસી ઓસ્ટ્રેલિયાના મુલાકાતી વડા પ્રધાન એન્થની આલ્બાનીઝ સાથે બેસી મેચ જોઇ.

મુસોલિનીએ પોતાના જ નામવાળા સ્ટેડિયમમાં તુરીન ખાતે ફૂટબોલ મેચ જોઇ હતી કે નહીં અથવા સ્તાલિને મોસ્કોમાં પોતાનું નામ જેની સાથે જોડાયું છે તે સ્ટેડિયમમાં બેસી રમતગમત નિહાળી હતી કે નહીં તે મને ખબર નથી પણ નરેન્દ્ર મોદીએ મોદી સ્ટેડિયમમાં છટાદાર પ્રવેશ કરી મેચ જોઇ માત્ર ભારત માટે જ નહીં, દુનિયાભરમાં ઇતિહાસ સર્જયો. એક લોકશાહી ચાહક અને ક્રિકેટ ચાહક તરીકે મને આ બધું જોઇ નિરાશા ઉપજે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સૌથી વધુ સમર્પિત અનુયાયીઓ દ્વારા સ્વાગત થઇ શકે તે માટે ગુજરાત ક્રિકેટ એસોસીએશને પહેલે દિવસે ટિકીટનું ખુલ્લા બજારમાં વેચાણ કરવાને લ્હાણી કરી. લોકો માટે બીજા દિવસથી ટિકીટ મળતી થઇ હતી. હા, ‘ભકત કવોટા’માંથી ટિકીટ મળી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરસિકોને બીજા દિવસથી ટિકીટ મળી. ‘ધી ઓસ્ટ્રેલિયન’માન પીટર બેરોસે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેચ જોવા છેક ઓસ્ટ્રેલિયાથી આવનાર સેંકડો ઓસ્ટ્રેલિયનો અને ભારતીય ક્રિકેટરસિકોમાં નિરાશા વ્યાપી તે અલગ. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે તેમનું રાષ્ટ્રગીત પસંદગીના પ્રશંસકો સ્ટેડિયમની બેઠકો શોભાવશે.

હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરસિકો માટે ટિકીટ વેચાણની વ્યવસ્થા થઇ છે! તેમને માટે બોલનાર કોણ? ભારતના ક્રિકેટના પત્રકારો પણ મોદીભકત છે. તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને નારાજ કોણ કરે? હા, ટવીટર પર ઉહાપોહ થયો અને ટિકીટ વેચાણમાં મૂકાઇ પણ તેમાંય અનિર્દિષ્ટ સંખ્યામાં મહેમાનો માટે અનામત રખાઇ હતી.

અમદાવાદના સ્ટેડિયમની બેઠક સંખ્યા 130000 છે. પણ ભારતમાં ટેસ્ટ મેચ રમાય ત્યારે માંડ 30 થી 40000 પ્રેક્ષકો ભેગાં થાય છે. હેવાલો એવું સૂચવે છે કે મોદી ભકતોને આકર્ષવા ઉપરાંત આયોજકો ટેસ્ટ મેચમાં સૌથી વધુ સંખ્યામાં પ્રેક્ષકોને બેસાડી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનો હાલનો વિશ્વવિક્રમ તોડવા માંગતા હતા પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કંઇ શાસક પક્ષના રાજકારણીઓનું દાસ નથી.ત્યાં દરેક રસિક ટિકીટ ખરીદીને આવે છે.

સ્ટેડિયમમાં દિવસોથી વડા પ્રધાનનાં પોસ્ટરો લાગ્યાં છે અને ક્રિકેટરોને તેમની નજર હેઠળ પ્રેકટીસ કરવાની હતી. મોદી અને મહેમાન વડા પ્રધાન ગોલ્ડ પ્લેટેડ બગીમાં મેદાનમાં ઘૂસ્યા અને મોદીને તેમના એક નિકટના રાજકારણીના દીકરાના હાથે નરેન્દ્ર મોદીની તસ્વીર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભેટ અપાઇ.

મેચ દરમ્યાન બંને વડા પ્રધાનોની સંયુકત તસ્વીર પ્રદર્શિત કરાઇ અને મોદીને સ્ટેજ આગળ ગોઠવી તેઓ છે એના કરતાં વધુ ઊંચા દર્શાવવાની કોશિશ થઇ. હકીકતમાં તેઓ ત્રણ ઇંચ બટકા છે. બાલ્બાનીઝને આ આત્મકેન્દ્રી મનુષ્યને જોઇને કેવું લાગ્યું હશે? હકીકતમાં અમદાવાદમાં આ મેચ યોજવાનું કોઇ કારણ હતું? હકીકતમાં તે કોલકાતા કરતાં પાછળ છે. હકીકતમાં કોલકાતામાં ત્રણ વર્ષથી ટેસ્ટ મેચ નથી રમાઇ. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ચેન્નાઇ, બેંગ્લુરુ અને મુંબઈ વધુ દાવેદાર છે પણ ત્યાં ગુજરાત જેવી મોદીભકિત કયાં જોવા મળે?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top