National

મધ્યપ્રદેશના રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો, ઓફિસ જતી વખતે લાકડી વડે માર મરાયો

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો (Attack) કરવાનો મામલો સામે આવ્યો છે. યુવક સોશિયલ મીડિયા (Social Media) પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ (Post) અને કોમેન્ટ (Comment) કરતો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે યુવક ઘરેથી ઓફિસ (Office) જતી વખતે એક યુવકે તેને વાત કરવા માટે બોલાવ્યો અને પછી તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. ઘાયલ યુવકને હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો છે.

  • યુવક નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ અને કોમેન્ટ કરતો હતો
  • ઓફિસ જતી વખતે તેના પરિચિત યુવકે તેને વાત કરવા માટે બોલાવ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરી મારવાનું શરૂ કર્યું
  • ઇજાગ્રસ્ત યુવકને રીવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો
  • પીડિતનો ભાઈ આરએસએસ સાથે જોડાયેલો છે

મળતી માહિતી મુજબ આ મામલો રીવા જિલ્લાના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. માહિતી મળી આવી છે કે પીડિતનો ભાઈ આરએસએસ સાથે જોડાયેલો છે. પીડિત યુવક સોશિયલ મીડિયા પર હિન્દુવાદી અને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ અને કોમેન્ટ કરતો હતો, જેના કારણે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતનો આરોપ છે કે ઘરેથી ઓફિસ જતી વખતે તેના પરિચિત યુવકે તેને વાત કરવા માટે બોલાવ્યો હતો, જ્યારે તે યુવકની પાસે વાત કરવા માટે ગયો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને માર મારવાનું શરૂ કર્યું.

હાલ ઇજાગ્રસ્ત યુવકને રીવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. યુવક ઓફિસ જવા ઘરેથી નીકળ્યો હતો, હોસ્પિટલમાં દાખલ પીડિતે જણાવ્યું કે તે એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. શનિવારે રાબેતા મુજબ તે ઘરેથી ઓફિસ જવા માટે ગામથી બૈકુંઠપુર પહોંચ્યા હતા. ત્યારબાદ તેના મિત્રના ભાઈ મોહમ્મદ સુલેમાને કંઈક વાત કરવા માટે તેને બોલાવ્યો અને અચાનક તેને લાકડીઓ વડે મારવાનું શરૂ કર્યું. પીડિતે જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ અને ટિપ્પણીઓ સાથે નુપુર શર્માનું સમર્થન કર્યું હતું, જેના કારણે સુલેમાને તેને મારવાનું ચાલુ કર્યું હતું .

Most Popular

To Top