Latest News

More Posts

પ્રતિનિધિ) ખેડા
ખેડા જિલ્લામાં ભાજપ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં પક્ષમાં આંતરિક અસંતોષનો ભડકો જોવા મળ્યો છે. ભાજપના લખન ડાભી સહિત અંદાજે 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સામુહિક રીતે પક્ષને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
માહિતી મુજબ, કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક સાથે સંકળાયેલા ભાજપના સંગઠનના હોદ્દેદારો—જેમાં તાલુકા યુવા પ્રમુખ, ઉપપ્રમુખ તથા વર્તમાન તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે—એ એકસાથે ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લા રાજકારણમાં ચકચાર મચી છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજાએ પણ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય સમીકરણોમાં નવા ફેરફારોની સંભાવનાઓ ઉભી કરી છે.
આ કાર્યક્રમ કઠલાલ-કપડવંજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી તથા રાજ્યના પૂર્વ મંત્રી બિમલ શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા.
આ સામુહિક દળબદલીથી ખેડા જિલ્લાના રાજકારણમાં નવા વળાંકની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે અને આગામી સમયમાં તેના રાજકીય પ્રભાવ પર સૌની નજર રહેશે.

To Top