Latest News

More Posts

ગાંધીનગર : ગુજરાત અને અમદાવાદમાં વર્ષ ૨૦૩૦માં યોજાનારી ઐતિહાસિક શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ (CWG-2030)ની પૂર્વતૈયારીઓના નિરીક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી પહોંચી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ‘ટાઈમ બાઉન્ડ, ક્વોલિટેટિવ અને ઇફેક્ટિવ પ્લાનિંગ’ના મંત્ર સાથે ગુજરાત સરકાર ૨૦૩૦ની ગેમ્સને ભવ્યતાપૂર્વક પાર પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર જરૂરી તમામ અત્યાધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે.

કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકર અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતના આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને ૨૩ જુલાઈ, ૨૦૨૬થી ગ્લાસગોમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના આયોજનના અભ્યાસ માટે સત્તાવાર નિમંત્રણ પાઠવ્યું હતું, જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કોમનવેલ્થ ટીમે મુલાકાત કરી ચર્ચાઓ કરી હતી. ૨૦૩૦ની ગેમ્સ માત્ર રમત-ગમત જ નહીં પરંતુ ગુજરાતની ‘કલ્ચરલ વાઇબ્રન્સી’ની પણ વિશ્વને અનુભૂતિ કરાવશે તેવો વિશ્વાસ ડોનાલ્ડ રૂકરે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ રમત-ગમતને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેની ટીમે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે આ ટીમ ૮ થી ૧૧ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાની છે. આ દરમિયાન પ્રતિનિધિમંડળ નીચે મુજબના સ્થળોની મુલાકાત લઈ સાઈટ વિઝિટ કરશે

આ સાઇટની વિઝિટ કરશે

  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વીર સાવરકર કોમ્પ્લેક્સ અને એકા એરેના
  • વડોદરા: ક્રિકેટ સ્ટેડિયમ
  • એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી): વિવિધ રમત-ગમતના સંભવિત સ્થળો
To Top