વડોદરા: ખાનગી કંપનીનો સુશિક્ષિત મેનેજર બહુનામધારી તાંત્રિકની માયાજાળમાં આવીને નોકરી ધંધામાં રાતોરાત આર્થિક લાભ મેળવવા માટે જુદી જુદી વિધિઓ કરવાના બહાને...
વડોદરા: આજે સાંજ છ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો શોરબકોર શાંત થઈ જશે. પ્રચાર કાર્ય બંધ થવા સાથે ડોર ટુ ડોર સંપર્કનો સીલસીલો...
વડોદરા: ગતરાત્રી કોંગ્રેસ વિરૂધ્ધ લખાણવાળા હોર્ડીંગ્ઝ એલએન્ડટી સર્કલ ખાતે લગાવતી વેળા આ અંગેની જાણ કોંગ્રેસ આગેવાનોને થતાં તેઓ ઘટના સ્થળે તુરંત...
અખબારો અને ટી.વી.ની ચેનલો સમાચારો એકઠા કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. સમાચારો ભેગા કરવા વ્યાપક નેટવર્કની જરૂર પડે છે, જેમાં...
શહેરમાં શેરી મહોલ્લા, સોસાયટીઓ અને છેક સ્મશાનઘાટ, હોસ્પિટલોની કોરીડોર, લગ્ન સમારંભોમાં પણ રખડતાં કૂતરાઓથી સુરત શહેરનો રહેવાસી ત્રાહિમામ્ થઇ ગયો છે. ચૂંટણીઓના...
તાજેતરમાં ડુમસ રોડ વી.આર. મોલ પાસેના રોડ ઉપર અડાજણના બે યુવાનો સ્પોર્ટ બાઇક ઓવર સ્પીડે ચલાવવાના કારણે રોડ પર પટકાયા, એક સ્વર્ગવાસી...
વર્તમાન સમયમાં દીકરીનાં ગુણગાન ગવાતા સંદેશાઓ ખૂબ વહે છે! ‘બેટી પઢાવ, બેટી બચાવ’ અભિયાન પણ પૂરજોશમાં કાર્યરત છે. દીકરી વ્હાલનો દરિયો, દિકરીનો...
મોંઘવારી સતત વધી રહી છે. જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો...
વર્તમાને ગનની જગ્યા ચપ્પાએ લીધી છે. ચપ્પા વડે ખુન કરી દેવામાં આવે છે. ચપ્પુ મારી ભય ઉભો કરીને પૈસા, દાગીના કે અન્ય...
આજે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. લોકો અફવા ફેલાવે અને આંદોલન કરે અને દેશના વહીવટ તંત્રને ગભરાવવાના પ્રયત્ન કરે છે. પોલીસ તંત્રને...
એક ગામનો સૌથી અમીર માણસ થોડા દિવસ પોતાના ગામમાં ફરવા આવ્યો..તે ખેતર અને ફળોની વાડીમાં સાંજના લટાર લગાવી રહ્યો હતો ત્યારે તેના...
જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ( greta thanburg) જ્યારે દિશા રવિને ( disha ravi) ટેકો આપતા કહ્યું છે કે વાણી સ્વતંત્રતા ( freedom...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા...
ગુજરાતમાં જયારે જયારે કોઈ પણ ચૂંટણી આવે એટલે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે. આપણે રાજ્યસભાની ચૂંટણી વખતે જોયું, પેટા ચૂંટણી યોજાઈ એનું...
મૌન આશીર્વાદ છે અને આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું અજમાવાયેલું અને કસોટીમાંથી પાર ઉતરેલું તથ્ય છે, જે કટોકટીના સમયે હાથવગું સાબિત થયું છે....
ચૂંટણી આવ્યા બાદ વાતાવરણમાં ખરેખર ફેરફાર આવી જતો હોય છે, જે નેતાઓનાં દર્શન કરવા તમે તડપી જતાં હો એ સીધા તમારા ઘર...
સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ તથા બી.સી.સી.આઈ. તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત, વડોદરા, છતીસગઢ, હૈદરાબાદ, ત્રિપુરા,...
શુક્રવારે વહેલી સવારે નાસાનું પર્સિવરન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂતકાળના જીવનના ચિહ્નો શોધવા માટે મંગળની સપાટી પર ઉતર્યા બાદ હવે ઇસરોનું મંગળ...
મોદી સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયો હતો, ત્યારથી સ્લેબના સંદર્ભમાં કેટલાક વિવાદો ચાલી રહ્યા હતા. જોકે, આ પગલાંથી સરકારને આવકમાં નુકશાન થશે...
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનું સૌથી મોટું અને સૌથી આધુનિક માર્સ રોવર, પર્સવરન્સ આજે સફળતાપૂર્વક મંગળના ગ્રહની ધરતી પર ઉતર્યું હતું જે આ...
અમેરિકાના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં દસ ઇંચ બરફ પડ્યો છે. અમેરિકાના એક મોટા વિસ્તારને શિયાળુ તોફાને હાલમાં જ ધમરોળ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે અત્રે 16 ફેબ્રુઆરીએ થયેલા બસ અકસ્માત બાદ ત્યાંની પરિસ્થિતિ જાણી હતી. અહીં બધે જ તેમને તેમના પોતાના વહીવટની ભૂલો...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને સોંપવામાં આવી છે. 20મી ફેબ્રુઆરીને શનિવારના સવારે 9 વાગ્યાથી બેન્કના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર...
સુરત મહાપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચારના છેલ્લા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિશાળ રેલીઓ કાઢીને શક્તિ પ્રદર્શન કરવામાં...
મેલબોર્ન, તા. 19 (પીટીઆઇ) : ભારતની અંકિતા રૈનાએ શુક્રવારે પોતાની રશિયન જોડીદાર કેમિલા રખિમોવાની સાથે મળીને ફિલીપ આઇલેન્ડ ટ્રોફી ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા...
માનવ શરીર એક અદભૂત અને તે જ સમયે એક જટિલ તંત્ર પણ છે. આપણા શરીરમાં થતી દરેક પ્રક્રિયા પાછળ શરીરના અંદર થતા...
નવી દિલ્હી : વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી પણ એક સમયે ડિપ્રેશન (DEPRESSION)મા સરી ગયો...
સુરત: વેસ્ટર્ન રેલવે તથા તેના મુંબઇ ડિવિઝન(MUMBAI DIVISION)ના અધિકારીઓ દ્વારા ઉત્રાણથી ભેસ્તાન વચ્ચે કમ્પાઉન્ડ વોલ નહીં બનાવતા લોકો માટે અકસ્માત (ACCIDENT) અને...
વાપી (VAPI)ના રાતા ગામે ગત 6 ફેબ્રુ.ના રોજ સમી સાંજે એક યુવતીની હત્યા (MURDER) કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી. આ હત્યા...
વલસાડ.19 વિદેશમાં મળી રહેલા કોરોના (CORONA)ના નવા સ્ટ્રેઇન (NEW STRAIN) અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સક્રરમણના પગલે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.