અમદાવાદ થી સૂરત જતાં ને.હા.નં. 48પર રોડ ક્રોસ કરતા વ્યક્તિનું અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

અકસ્માત સંદર્ભે કપૂરાઇ પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી

મામા અને ભાણેજ કપૂરાઇ ચોકડી પાસેની ક્રિષ્ના કાઠીયાવાડી હોટલમાં કામ કરતા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 24

નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ કપૂરાઇ ચોકડી પાસેની ક્રિષ્ના કાઠીયાવાડી હોટલમાં કામ કરતા મામા ભાણેજ ગતરોજ ચાલતા પોતાના ડોક્યુમેન્ટ લઈ પરત ચાલતા રૂમ ઉપર જતાં હતાં તે દરમિયાન કપૂરાઇ બ્રિજ થી તરસાલી બ્રિજ તરફ ભાણેજ રોડ ક્રોસ કરી ગયો હતો જ્યારે પાછળ રહેલા મામાનું અચાનક અજાણ્યા વાહને ટક્કર મારતાં મામાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે કપૂરાઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના જી -સીરહા વિષ્ણુપુરના વતની અને હાલમાં પલાસ હાઇટ્સ,દાવત હોટલની બાજુમાં ને.હા.નં 48ખાતે રહેતા રાજેશ્બર બીટુ સદા ઉ.વ.35 કપૂરાઇ ચોકડી પાસે આવેલી ક્રિશ્ના કાઠિયાવાડી હોટલમાં છેલ્લા દોઢ મહિનાથી ફરજ બજાવે છે તેની સાથે જ તેના મામા રોદિયા સદા રહે છે અને છૂટક કામ કરવા ક્રિશ્ના કાઠિયાવાડી હોટલમાં જતા હતા ગત તા. 23મી જાન્યુઆરીના રોજ સવારે નવ વાગ્યાના સુમારે રાજેશ્બર તથા તેના મામા રોદિયા ચાલતા પોતાના રૂમ પરથી રોડ ક્રોસ કરી ક્રિશ્ના કાઠિયાવાડી હોટલમાં પોતાના ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને ત્યાંથી ડોક્યુમેન્ટ લઈ પરત ચાલતા રૂમ તરફ જવા નિકળ્યા હતા તે દરમિયાન રાજેશ્બરે રોડ ક્રોસ કરી સામે પહોંચી ગયા હતા પરંતુ મામા રોદિયા રામાનંદ સદા ચાલતા ચાલતા પાછળ આવી રહ્યા હતા તે દરમિયાન સાડા નવના સુમારે શિવમ લિફ્ટર પ્રા.લિ.સામે કપૂરાઇ બ્રિજ થી તરસાલી બ્રિજ વચ્ચે અમદાવાદ થી સુરત જતાં નેશનલ હાઇવે નંબર 48પર આવેલા ડિવાઇડર માર્ક 124+150 ની સામે અજાણ્યા વાહને ટક્કર મારી ભાગી છૂટયો હતો જેમાં રોદિયા સદાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા જમણા પગમાં સાથળના ભાગે ફ્રેકચર તથા બંને હાથ અને શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી જેથી ક્રિશ્ના હોટલના કર્મચારીઓ તથા આસપાસના લોકોએ ભેગા થ મઇ ઇજાગ્રસ્ત રોદિયા સદાને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે માણેજા મકરપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગેની ફરિયાદ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં કરતાં કપૂરાઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ સુત્રોચ્ચાર ગુનો નોંધી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે

To Top