Latest News

More Posts


વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે.વરસાદ પણ થંભી ગયો તેમ છત્તા ભૂવો પડી રહ્યો છે.અકોટામાં ભાથીજી મંદિર જવાના રોડ પર આ ભૂવો પડવાની ઘટના બની છે.આ ભૂવો 5 ફૂટ થી પણ વધારે લાંબો છે.હાલ રોડને બેરિકેડ મૂકી કોર્ડન કરી દીધો છે, માત્ર અકોટા વિસ્તારની વાત કરીએ તો વરસાદ થી ભૂવા પડવાનું શરુ થયે અને અત્યાર સુધીમાં 15થી વધુ ભૂવા પડયા છે. સૌથી વધુ પૂરના પાણી ભરાતા અકોટામાં ભૂવા પડ્યા છે તેવું સ્થાનિકો માની રહ્યાં છે.
વડોદરામા વિકાસની ગતિએ આગળ તો વધી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે. વડોદરાના અકોટા વિસ્તારમાં ફરી ભૂવો પડયો છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે,હાલ ભૂવાને કોર્ડન કરવાની કામગીરી કરાઈ છે,પરંતુ ભૂવાને રીપેર કરવાની કોઈ કામગીરી કરાઈ નથી,રોડ નબળો પડી જતા ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ છે,અત્યાર સુધી વડોદરામાં સૌથી વધુ ભૂવા અકોટા વિસ્તારમાં પડયા છે.

હજુ પણ ભૂવા પડવાનો સિલસીલો જારી છે. જેમાં અકોટાના ભાથીજી મંદિર નજીક મસમોટો ભૂવો પડયો હતો. 24 કલાક વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકો અને રાહદારીમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. આ સિવાય તંત્રના પાપે ઠેરઠેર ખાડાઓમાં વાહન ચાલકો પછડાયા હતા. જેને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
પાલિકા તરફથી આ ભુવાના સમારકામ માટે પણ કોઈ તસ્દી લેવામાં આવી નથી આ ભુવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પાલિકા તંત્ર ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

To Top