Latest News

More Posts

સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા અંગદાન થકી છ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે

લિવર અને હ્રદયનું દાન કરવામાં આવ્યું,ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલાયા

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

શહેરના ગોત્રી વિસ્તારમાં બે પુત્રો અને પત્ની સાથે રહેતા આશરે 45વર્ષીય ભૂપેન્દ્રભાઇ સોમાભાઇ વસાવાનું પડી જવાથી માથામાં ગંભીર ઈજાને કારણે બ્રેઇન ડેડ થતાં તેઓના અંગોનું જેમાં બે કિડની,બે આખો,લિવર તથા હ્રદયનું દાન કરવામાં આવ્યું હતું.સ્ટર્લિગ હોસ્પિટલમાં અંગદાન કરીને લિવર અને હ્રદય અમદાવાદ ગ્રીન કોરિડોર દ્વારા મોકલવામાં આવ્યા હતા.

અંગદાન એ મહાદાન છે અંગદાન થકી કેટલાક દર્દીઓને નવજીવન આપી શકાય છે.લોકોમા હવે અંગદાન અને દેહદાન અંગેની જાગૃતિ આવી છે તેના કારણે લોકો હવે પોતાના પરિજનો જેમાં ખાસ કરીને બ્રેઇન ડેડ ના સંજોગોમાં હવે અંગદાન કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ સાથે સેવા પૂરી પાડી રહ્યા છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પોતાની પત્ની અને બે પુત્રો સાથે રહેતા આશરે 45વર્ષીય ભૂપેન્દ્રભાઇ સોમાભાઇ વસાવા જેઓનું બાથરૂમમાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોની સમજાવટ તથા પરિવારના સભ્યોની સહમતીથી ભૂપેન્દ્રભાઇ ના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને શુક્રવારે શહેરના નટુભાઇ સર્કલ નજીક આવેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ભૂપેન્દ્રભાઇ વસાવાના અંગો જેમાં તેમનું હૃદય, બે કિડની,લિવર,બે આંખો નું દાન કરવામાં આવ્યું હતું જેમાં હ્રદય અને લિવર ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા બાકીના અંગે આખો, કિડની વડોદરાના જરુરિયાતમંદ દર્દીઓને દાન કરાશે આમ કુલ છ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે ત્યારે હોસ્પિટલ પરિસરમાં હોસ્પિટલના તબીબો,સ્ટાફ તથા ભૂપેન્દ્રભાઇ ના પરિજનો દ્વારા ફૂલો થકી પરમ આત્માને વંદન કરવામાં આવ્યું હતું.

આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબ ડો.કમલેશ પરીખે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઇ ને પડી જવાથી માથામાં ગંભીર ઈજાને કારણે તેમના મગજની એક નસ ફાટી ગઈ હતી જેના કારણે મગજમાં લોહી ભરાવવાને કારણે તેઓ બ્રેઇન ડેડ થયાં હતાં.તેઓના અંગો યુ.એન.મહેતા હોસ્પિટલ ની ટીમ હ્રદય લેવા માટે આવી હતી જ્યારે લીવર સિવિલ હોસ્પિટલ ની ટીમ લેવા આવી હતી જ્યારે બંને કિડની સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવામાં આવશે અને આંખો વડોદરાના જલારામ ટ્રસ્ટને દાન આપવામાં આવી છે.

To Top