મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સુરતઃ શહેરમાં આજે વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. આપના રાજ્ય મહામંત્રી રાકેશ હીરપરા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના કાર્યાલયની બહાર ભીખ માંગવા બેઠાં હતાં. ચાલો જાણીએ એવું તો શું થયું કે નેતાએ ભીખ માંગવા બેસવું પડ્યું…
આજે શુક્રવારે તા. 6 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના સુરત ખાતેના કાર્યાલયની બહાર વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં આમ આદમી પાર્ટીના રાજ્ય મહામંત્રી રાકેશ હીરપરા એક પણ ડાઘ વિનાની સફેદ ચાદર પાથરી તેના પર બેઠાં હતાં. તેઓની નજીક એક બેનર હતું. હાથમાં પણ બેનર રાખ્યું હતું. જેમાં લખ્યું હતું ‘શાળા-સફાઈ માટે ભીખ આપો’. ‘ભાજપના શાસકો પાસે ભ્રષ્ટ્રાચાર કરવા પૈસા છે પણ શાળા સફાઈની ગ્રાન્ટ વધારવા માટે પૈસા નથી.’
રાકેશ હીરપરાને ભીખ માંગતા જોઈ લોકો અચરજમાં મુકાયા હતા. આખરે એવું શું થયું કે હીરપરાએ ભીખ માંગવા બેસવું પડ્યું તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો. આ સવાલનો જવાબ રાકેશ હીરપરાએ જાતે આપ્યો.
હીરપરાએ કહ્યું કે, અમે ભીખ માંગવા બેઠાં છે. લોકો પાસે યાચના કરવા બેઠાં છે. કારણ કે ભાજપ પાસે ભ્રષ્ટ્રાચારના રૂપિયા છે પરંતુ માસુમ બાળકોની શાળાની સફાઈ માટે રૂપિયા નથી. તેઓ શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ વધારી રહ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે રાકેશ હીરપરા ગુજરાતની તમામ શાળામાં સફાઈ કર્મચારીની સંખ્યા તથા સફાઈ માટેના ખર્ચની ગ્રાન્ટ વધારવા રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ સરકાર સાંભળી રહી નથી.
હીરપરાએ વધુમાં કહ્યું કે, આજે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સફાઈ માટે દર મહિને 1500 થી 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. આટલા ઓછા પૈસામાં આખી શાળા કેવી રીતે સાફ રહી શકે ? આ મુદ્દે કાયમી સફાઈ કર્મચારીઓ મુકવા અથવા સ્વચ્છતા-ગ્રાંટની રકમમાં વધારો કરવા માટેની માંગણી અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ પણ ભાજપના શાસકો પૈસા ફાળવતાં નથી એટલે અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે, ભીખ માંગવા માટે બેઠા છીએ કે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સ્વચ્છ રાખવા માટે હવે લોકો જ મદદ કરે.