Madhya Gujarat

સિંગવડ તાલુકા પ્રાથમિક શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

સિંગવડ: સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા દ્વારા ૩ ડિસેમ્બર 2021 વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા સીંગવડ બજારના મુખ્ય માર્ગો પર બેનર લઈને ફરીને વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવામાં આવ્યા તથા વિશ્વ વિકલાંગ ના તજજ્ઞ પંચાલ સાહેબ તથા બીઆરસી સિંગવડ સીઆરસી સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા આચાર્ય ભાભોર તથા સ્ટાફ વગેરે આ રેલીમાં ફરીને પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા  વિકલાંગોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે તેમાં  સાયકલો પાઠ્યપુસ્તકો ગણવેશ તથા સરકારી નોકરીમાં અનામત ની જગ્યા પર ભરતી કરવામાં આવેલ તથા શિષ્યવૃત્તિ ની રકમ પણ ચૂકવવામાં આવે છે જેવી માહિતી વિશ્વ વિકલાંગ ના તજજ્ઞ પંચાલ સાથે આપી હતી જ્યારે સરકાર તરફથી મળતા તમામ લાભો વિકલાંગોને આપવામાં આવે છે.

Most Popular

To Top