Latest News

More Posts

બાપોદ તળાવ ખાતે અંદાજે વીસ થી પચ્ચીસ હજાર,,કમલાનગર તળાવ ખાતે પંદર હજાર તથા પાદરાના પાતળીયા હનુમાન મંદિરના તળાવ ખાતે પાંચ હજાર લોકો છઠ્ઠ પૂજામાં જોડાયા..

ચાર દિવસ ચાલતા આ સૂર્ય ષષ્ઠી પૂજાના ગુરુવારે ત્રીજા દિવસે સાંજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આથમતા સૂર્યને જળમાં ઉભા રહી અર્ક પૂજા કરી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 07

ગુરુવારે કારતક સુદ છઠ્ઠ એટલે સૂર્ય ષષ્ઠી જેને છઠ્ઠ મહાપૂજા તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને ઉત્તર ભારતીય લોકો જેમાં બિહાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના લોકો જેમાં સૌભાગ્યવતી બહેનો દ્વારા છઠ્ઠ મહાપૂજા કરવાની પરંપરા મુજબ આ વર્ષે પૂર્વા‌ચલ લોક હિત મંડલ દ્વારા શહેરના વાઘોડિયા રોડ સ્થિત બાપોદ તળાવ, કમલાનગર તળાવ આજવા રોડ તથા પાતળીયા હનુમાન મંદિરના તળાવ, પાદરા ખાતે ભવ્ય છઠ્ઠ મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો લોકોએ ગુરુવારે ત્રીજા દિવસે પૂજામાં ભાગ લીધો હતો અને સાંજે આથમતા સૂર્યને અર્ક ચઢાવી પૂજન કર્યું હતું.

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં દરેક રાજ્યના લોકો વસવાટ કરે છે અને હળીમળીને દરેક તહેવારોની ઊજવણી કરે છે.દરેક ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાયના લોકો અહીં પોતાની પરંપરા અનુસાર તહેવારો, પર્વની ઉજવણી કરે છે ત્યારે દિવાળી પર્વથી કારતક સુદ ચોથ થી કારતક સુદ સાતમ સુધી ઉતર ભારતીય લોકો ચાર દિવસ છઠ્ઠ મહાપૂજા કરે છે. ચાર દિવસના વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે જેમાં કારતક સુદ છઠ્ઠ ના દિવસે સાંજે સૌભાગ્યવતી સ્ત્રીઓ નદી અથવા તો તળાવના જળમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ક આપી પૂજન કરે છે અને બીજા દિવસે સવારે પાણીમાં ઉભા રહી ઉગતા સૂર્યની પૂજા સાથે અર્ક ચઢાવી વ્રતની પૂર્ણાહુતિ કરે છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી પૂર્વાચલ લોક હિત મંડલ દ્વારા શહેર સહિતના તળાવો ખાતે છઠ્ઠ મહાપૂજા જેને સૂર્ય ષષ્ઠી પૂજા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે શહેરના વાઘોડિયા રોડ સ્થિત બાપોદ તળાવ, આજવા રોડ ખાતે આવેલા કમલાનગર તળાવ તથા પાદરાના પાતળીયા હનુમાન મંદિરના તળાવ ખાતે છઠ્ઠ મહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ત્રીજા દિવસે એટલે કે કારતક સુદ છઠ્ઠ ને ગુરુવારે પૂજન,ભજન તથા સાંજે તળાવના નિરમા ઉભા રહી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આથમતા સૂર્યને અર્ક આપી પૂજન કર્યું હતું જેમાં બાપોદ તળાવ ખાતે અંદાજે પચ્ચીસ હજાર લોકો, કમલાનગર તળાવ ખાતે અંદાજે બારેક હજારથી વધુ તથા પાદરામાં પાંચ હજાર જેટલા ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠ મહાપૂજા નિમિત્તે સૂર્યદેવની પૂજા કરવામાં આવી હતી તથા આજે વહેલી સવારે તળાવના પાણીમાં ઉભા રહી ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવી હતી અને સૂર્યદેવને અર્ક ચઢાવી ચોથા દિવસે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ ચાર દિવસ દરમિયાન વિવિધ તળાવો ખાતે ગણેશજી, સૂર્ય સહિતના દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું તથા ભજન અને ચાર દિવસ બંને સમય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાપોદ તળાવ ખાતે પૂર્વાચલ લોક હિત મંડલ ના અધ્યક્ષ હરેન્દ્રસિંગ, સંજયસિંગ તથા વિનય પાન્ડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

To Top