Gujarat

કોરોનાની ત્રીજી લહેર શરૂ: રાજ્યમાં કોરોનાના કેસ સદીની નજીક 91 પર પહોંચ્યા

રાજ્યમાં કોરોનાને ધીમેધીમે ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ નોધાયા છે. જ્યારે બે દર્દીનું મૃત્યુ પણ થયું છે. તેવી જ રીતે રાજ્યમાં આજે 41 દર્દીઓ સાજા થયા હતા. જે બે મૃત્યુ થયું છે તેમાં સુરત મનપામાં એક અને દેવભૂમિ દ્વારકામાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91 કેસમાં અમદાવાદ મનપામાં 25, સુરત મનપામાં 16, વડોદરા મનપામાં 10, રાજકોટ ગ્રામ્યમાં 8, રાજકોટ મનપામાં 7, વલસાડમાં 6, જામનગર મનપામાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા, વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 637 થઈ છે. જેમાં 09 દર્દીએ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 628 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top