World

દુબઈના રાજાને પત્નીના અનૈતિક સંબંધો મોંઘા પડ્યા, ડિવોર્સના સેટલમેન્ટ માટે 5500 કરોડ ચૂકવવા પડશે

લંડન: દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ ઉલ મક્તૂમની અને તેમની છઠ્ઠી પત્ની હયાના ડિવોર્સે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. બ્રિટનમાં અત્યાર સુધીના ઈતિહાસમાં આ ડિવોર્સના કેસમાં સૌથી મોટું સેટલમેન્ટ થયું છે. દુબઈના રાજાને પોતાની પત્નીને ભરણપોષણ પેટે લંડનની કોર્ટે 5500 કરોડની માતબર રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. આમ, આ અત્યાર સુધીના સૌથી મોંઘા ડિવોર્સ બની ગયા છે. પણ જાણો છો કે અનૈતિક સંબંધો ખુલ્લા પડ્યા બાદ ડિવોર્સ થયા છતાં દુબઈની રાજકુમારીને આટલી માતબર રકમ કેમ મળી? નહીં જાણતા હો તો જાણી લો…

વાત જાણે એમ છે કે, બ્રિટિશ કૉર્ટે મંગળવારે દુબઈના શાસકને તેની ભૂતપૂર્વ પત્ની અને તેમના બાળકોને લગભગ 550 મિલિયન પાઉન્ડ (730 મિલિયન ડોલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. જે બ્રિટિશ ઇતિહાસમાં સૌથી મોંઘા છૂટાછેડાના સમાધાનમાંનો એક કેસ છે. હાઈકૉર્ટે જણાવ્યું હતું કે, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે તેની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિંત અલ હુસૈનને 251.5 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે અને તેમના બાળકો 14 વર્ષીય અલ જલીલા અને 9 વર્ષીય ઝાયેદ માટે 290 મિલિયન પાઉન્ડની બેન્ક ગેરંટી દ્વારા ચુકવણી કરવી પડશે. બાળકોને મળેલી કુલ રકમ 290 મિલિયન પાઉન્ડ કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે. જે તેઓ કેટલા સમય સુધી જીવે છે અને તેઓ તેમના પિતા સાથે સમાધાન કરે છે કે કેમ તે સહિતના પરિબળો પર આધાર રાખે છે. સમાધાનમાં પ્રિન્સેસ હયા અને બાળકો જ્યાં સુધી તેઓ સગીર છે ત્યારે સુરક્ષા ખર્ચને આવરી લેવા માટે દર વર્ષે 11 મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે.

બોડીગાર્ડ સાથેના અનૈતિક સંબંધો ખુલ્લા પડતા વાત ડિવોર્સ સુધી પહોંચી

કિંગ શેખ અને રાજકુમારી હયાના ડિવોર્સનું કારણ રાજકુમારી હયાના અનૈતિક સંબધ છે. 47 વર્ષીય રાજકુમારી હયાએ પોતાના 10 વર્ષના દીકરાના ખાતામાંથી 7.5 મિલિયન ડોલર રૂપિયા ઉપાડ્યા હતા. કારણ કે રાજકુમારી હયાનું અફેર તેમના જ બોડી ગાર્ડ સાથે હતું. પોતાના અફેરને છુપાવવા અને બોડી ગાર્ડનું મો બંધ કરાવવામાં માટે તેણીએ આ પૈસા ઉપાડ્યા હતા. રાજકુમારીએ પોતાના અનૈતિક સંબધનો સ્વીકાર કરી પૈસા લીધા હોવાનું કબુલતા કોર્ટમાં કહ્યું કે હું ડરી ગઈ હતી અને તેના ખાતામાં પૈસા હતા. તેથી ઉપાડી લીધા.

રાજકુમારી અને તેના બાળકોને જાનનું જોખમ હોય કોર્ટે માતબર રકમ ચૂકવવા આદેશ કર્યો

ઉલ્લેખનીય છે કે બ્રિટનની હાઈકોર્ટે કિંગ શેખને 554 મિલિયન પાઉન્ડ એટલે કે 5550 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. બ્રિટનની હાઈકોર્ટે કિંગને આદેશ આપતા કહ્યું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોની સુરક્ષિત ભવિષ્ય માટે ચુકવવાની રહેશે. યુકેના હાઈકોર્ટે કહ્યું કે રાજકુમારી હયા અને તેમના બે બાળકોને આતંકવાદ અથવા તો અપહરણ જેવા જોખમોનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. બ્રિટનમાં તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની જરૂર છે.

શું છે સમગ્ર મામલો?

દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ ઉલ-મકતૂમ અને રાજકુમારી હયા હુસૈનના નિકાહ 2014માં થયા હતા. કિંગ શેખની રાજકુમારી હયા છઠ્ઠી પત્ની હતી. હયા અને શેખને બે બાળકો છે. રાજુમારી હયા અને તેમના બાળકો પાસે અઢકળ સંપત્તિ છે. રાજકુમારીનાં અનૈતિક સંબધની જાણ કિંગની થતાં બંને વચ્ચે ઝઘડા વધી ગયા હતા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. રાજકુમારીનાં અનૈતિક સંબધ તેમના જ બોડી ગાર્ડ સાથે હતા. આ વાતની જાણ કિંગ શેખને થતા ડિવોર્સની માંગણી કરી હતી. હાઈકોર્ટમાં કેસ થયા બાદ આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં રાજકુમારી હયાએ પણ તલાકનો સ્વીકાર કર્યો હતો અને ખાદ્યાખોરાકી પેટે 1.4 બિલિયન પાઉન્ડની માંગણી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આદેશ કર્યો કે બાળકો મોટા થાય ત્યારે પ્રત્યેક વર્ષે 11.2 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 112 કરોડ)ની રકમ આપવાની રહેશે. આ સાથે જ તેમના બન્ને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે 290 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 2900 કરોડ) સિક્યોરિટી સ્વરૂપમાં બેન્કમાં રાખવામાં આવશે. 

Most Popular

To Top