ચોથી માર્ચે આશરે 14 લાખ લોકોને દેશમાં કોરોના સામેની રસી અપાઇ હતી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક આંક છે. આ...
ચીને આજે એનું સંરક્ષણ બજેટ વધારીને પહેલી વાર 200 અબજ ડૉલરનું કર્યું હતું જે ભારતના સંરક્ષણ બજેટ કરતા ત્રણ ગણું વધારે છે....
વોશિંગ્ટન,તા. 05(પીટીઆઇ): અમેરિકન વહીવટ તંત્રના મહત્ત્વનાં પદો પર ભારતીયોની નિયુક્તિથી ગદગદ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે, ભારતીયો અમેરિકાને સંભાળી રહ્યા...
વેલિંગ્ટન, તા. 05 : ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમના કેપ્ટન એરોન ફિન્ચે આજે અહીં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ચોથી ટી-20માં નોટઆઉટ 78 રનની જોરદાર ઇનિંગ...
વેલિંગ્ટન,: દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના ઝાટકાઓ આવ્યા બાદ સુનામીના ભય વચ્ચે શુક્રવારે ન્યુઝીલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરાયા હતા. જો...
બીજિંગ,: ચીનના સત્તાવાર મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે ચીને પોતાની 14મી પંચવર્ષીય યોજનામાં તિબેટને દક્ષિણ એશિયા સાથે જોડતો મહત્વનો “માર્ગ” બનાવવા...
નવી દિલ્હી,તા. 05(પીટીઆઇ): ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધારકોને હવેથી દેશમાં કોઈ પણ મિશનરી અથવા ‘તબલીગ’ અથવા પત્રકારત્વની પ્રવૃત્તિઓમાં સામેલ થવા...
ઇસ્લામાબાદ,: કોરોનાને નાથવા માટે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે અથવા બીજા દેશો પાસેથી ખરીદી રહ્યા છે પરંતુ પાકિસ્તાને નક્કી કર્યુ છે...
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહમાં અંતિમ દિવસે વેચવાલી હાવી રહી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. શેરબજારમાં ઉપલા મથાળેથી સતત વેચવાલી...
અમદાવાદ, તા. 05 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ઓપનર રોહિત શર્મા માત્ર એક રન માટે પોતાની અર્ધસદી ચુકી...
જો અમે તમને જણાવીએ કે, શું તમે બોલીવુડમાં કોઈ ભાનુરેખા ગણેશનને જાણો છો? અથવા તમે આવા વ્યક્તિનું નામ સાંભળ્યું છે? તો કદાચ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ 291 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે. સાથે જ ત્રણ બેઠકો તેમના સાથીઓને બાકી...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ આ વખતે નંદીગ્રામથી...
મોદી સરકારે ( MODI GOVERNMENT) 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર (JAMMU AND KASHMIR) ના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને બે...
રાજસ્થાન ( RAJSTHAN) ના હનુમાનગઢ ( HANUMANGADH) જિલ્લામાં બળાત્કારના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ બહાર આવી પીડિતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો....
સુરત: કોરોના સંક્રમણ દરમિયાન પાન-માવો ખાઇને જાહેરમાં થૂંકનારાઓથી નિર્દોષ વ્યક્તિઓને સંક્રમણના ભોગ નહીં બનવું પડે એ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના...
સુરત: મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સુરત(SURAT)માં ઇતિહાસ સર્જાયો છે. શહેર ભાજપે 93 બેઠક જીતી હતી. જ્યારે આમ...
ગાંધીનગર: ભારતમાં હાલ મહામારી (COVID PANDEMIC) સામે માનવબળ કામે લાગ્યું છે, અને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINATION)ના બીજા તબક્કામાં હવે નેતાઓ...
જો તમે ઘર ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો આના સારો સમય મેળવવો ભાગ્યે જ શક્ય હશે. ICICI BANK પણ તેના હોમ...
UP:યુપી પોલીસે ચાર વર્ષ પહેલા મુઝફ્ફરનગર (Muzaffarnagar news) ના નવી મંડી વિસ્તારમાંથી પાંચ લોકોને ધરપકડ કરી હતી. ત્રણ મહિલાઓ અને બે પુરુષો...
GANDHINAGAR : ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા રૂપાળા નામ સાથે રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ...
GANDHINAGAR : આજે ગુજરાત ( GUJARAT ) ના માથે અંદાજે રૂપિયા ૩ લાખ કરોડનું દેવું છે. ગુજરાતની તિજોરી ખાલી ખમ છે, છતાં...
નડિયાદ: કઠલાલ તાલુકામાં રહેતી ૬ વર્ષની બાળકી ફળિયામાં રમી રહી હતી તે સમયે પાડોશમાં રહેતા આધેડે તેને આંબલી આપવાને બહાને ઘરમાં બોલાવી ...
અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSI PANNU) અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ ( ANURAG KASHAYAP) પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા....
કાલોલ: કાલોલ ખાતે કચેરી રોડ પર આવેલી ઉર્દુ શાળા મા ચારસો ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે તથા નજીકની ગુજરાતી શાળામાં...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ સોની હોસ્પિટલના તબીબ દ્વારા કેન્યાથી આવેલ એક ૨૨ વર્ષિય યુવતિ દર્દીની સઘન સારવારમાં પગ કાપવો પડે તેવી...
મોડાસા: વર્ષોથી ભાજપ સાથે ગઠબંધન ધરાવતા ચાંદ ટેકરીના અપક્ષ ઉમેદવારોની હાર થતા, ચાંદ ટેકરીના રહિશો એ રોષે ભરાયા હતા. તેવા માં...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખનીજ સહીત અન્ય માલસામાન ઓવરલોડ ભરી બેફામ રીતે વાહનો હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર...
વડોદરા: કોરોનાં વાયરસ જોઈ શકાતો નથી. આ વાયરસ કેટલો ખરનાક છે તેનો ત્રાદશ કરતો કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાં બન્યો હતો. 1 લી...
પાવીજેતપુર : છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લીલ ઇશારાઓ કરતો વિડીઓ વાઈર્લ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.