Latest News

More Posts

પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ ખાતે તરાપા, લાઇટ, ડસ્ટબીન, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ,સિક્યુરિટી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી..

પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી..

ગત શનિવારે ગણેશચતુર્થી થી શહેરમાં વિધ્નહર્તા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્કારી નગરીના લોકોએ પોતપોતાની આસ્થા, શ્રધ્ધા અને માનતા મુજબ દોઢ દિવસ, ત્રણ દિવસ તો કોઇએ પાંચ, સાત અને દસ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી હતી જેમાં આજે પાંચમા દિવસે શ્રધ્ધાળુઓએ બાપ્પાને ભાવવિભોર વિદાય સાથે વિસર્જન કર્યું હતું ત્યારે શહેરના નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે ભક્તો ગાડી, ટુવ્હિલર, પગપાળા વિગેરેમાં શ્રીજીની પ્રતિમાઓ સાથે પહોંચ્યા હતા અને શ્રીજીની આરતી બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.શહેરમાં શ્રીજીની વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા તળાવો ખાતે તરાપા, લાઇટ, પાણી પંપ, ડસ્ટબીન, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ તથા સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા પણ શ્રીજી વિસર્જનયાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે શહેરના ન્યાયમંદિર, માંડવી, નવાબજાર, અકોટા, સહિતના વિસ્તારોમાંથી શ્રીજીનુ વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

To Top