SURAT

પીએમ મોદી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષના ફોટા સાથે સોશિયલ મીડિયામાં કટાક્ષ કરતી પોસ્ટ ફરતા વિવાદ

સુરત: (Surat) ભાજપ (BJP) ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથીના લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને લઈને ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા (Social Media) ઉપર પોસ્ટ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી છે અને પોસ્ટ (Post) કોણે મુકી છે તેની તપાસ શરૂ કરી છે.

કોરોનાની મહામારીમાં લોકોને સારી સારવાર અને સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયેલા ભાજપ પાર્ટી પર હવે લોકોનો રોષ ફાટી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં જે પીક સમય હતો તે વખતે ઘણા લોકોને હોસ્પિટલમાં બેડ માટે, એમ્બયુલન્સ માટે, ઓક્સિજન માટે, ઈંજેક્શન માટે કે સ્મશાન ભુમિમાં અંતિમસંસ્કાર કરવા માટે રીતસર વલખા મારવા પડ્યા હતા. અને આ તમામ સુવિધાઓના અભાવને કારણે શહેરીજનોએ પોતોના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ભાજપ પાર્ટીએ માત્ર તમાશો જ જોયો હતો. જેથી હવે લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. અને લોકો સોશીયલ મીડીયાના માધ્યમથી ભાજપ શાસકો પર તીખા પ્રહારો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ફોટો સાથેની પ્લેટ મીડિયામાં ફરતી થઇ છે. જેમાં ભાજપ ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ‘‘ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી’’, ‘‘ઈંજેક્શનના અછતના કારણે પણ એકપણ નાગરિકનું મોત ગુજરાતમાં થયું નથી’’ લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. સુરતમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા, નેતાઓ દ્વારા આ લખાણને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે. વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આવી પોસ્ટ કરવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top