પાલિકાના તંત્ર દ્વારા ધીમી ગતિએ થતા કામને કારણે લોકોને પડતી અગવડતાથી લોકોમાં ભારે રોષ વડોદરા શહેર ગોત્રી વિસ્તાર પાસે હરીનગર બ્રિજની નીચે...
વડોદરા તા. 9 ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં જૈન દેરાસરો, દાદા ભગવાન મંદિર તથા અન્ય મંદિરોમાં ચોરીને અંજામ આપનાર રાજસ્થાનની “ગરાસીયા ગેંગ’ના...
મુલતાન: પાકિસ્તાનમાં લોકોના શ્વાસ કટોકટી પર આવી ગયા છે. શુક્રવારે સવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર 2000 ના ખતરનાક...
બીલીમોરા: બીલીમોરા ના દેવસરની જયહિન્દ ક્લે વર્ક ના કમ્પાઉન્ડમાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં શનિવારે સવારે 9 વાગ્યે ટ્રકમાંથી કેમિકલ ના ડ્રમ ખાલી...
એક લાખ પ્રસુતિમાં એક બનતી ઘટના સામે આવી દાહોદ તા 9 વિનોદ પંચાલ દાહોદ શહેરમાં ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં...
ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ખુલ્લા ખેતરમા એક કુવામાંથી આજથી પાંચેક માસ પહેલા ડીકંપોઝ હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી દાહોદ: દાહોદ જિલ્લાના...
ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં? આ પ્રશ્ન દરેકને પરેશાન કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ ઇન્ટરનેશનલ...
જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સ્વૈચ્છિક સંસ્થાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ એવા એડવોકેટ પુરુષોત્તમ મુરજાણીએ શુક્રવારે રાત્રે પોતાના વાઘોડિયારોડ સ્થિત મકાનના બેડરૂમમાં પોતાની લાયસન્સ...
રસ્તામાં બાઇક આડે કૂતરું આવી જતાં યુવક ઇજાગ્રસ્ત.. રખડતાં કૂતરાઓના ખસીકરણ પાછળ નાણાં ખર્ચાય છે છતાં કૂતરાઓની સંખ્યામાં વધારો.. (પ્રતિનિધિ) વડોદરા તા....
*રવિવારે સાંજે નવલખી મેદાનમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૧૦ને રવિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. અહીં...
ડભોઈ નગરપાલિકા ૨૦૨૫ મા યોજાનાર ચૂંટણી કેટલાક સંભવિત ઉમેદવારોનુ ગણિત બગાડી શકે છે ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત ની વસ્તી ના આંકડા મુજબ...
વડોદરા તારીખ 9નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ઘણા સમયથી ભાગતા ફરતા આરોપી મહેશ ઉર્ફે બોબડી વાળંદને 36 હજારના વિદેશી...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય હુમલાઓ ચાલુ છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના લાલ બંધારણ પુસ્તકને લઈને રાજકારણ...
મુંબઈઃ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના ઘરે ખુશીઓ આવવાની છે. તેની અભિનેત્રી પત્ની આથિયા શેટ્ટી ગર્ભવતી છે અને...
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ દુનિયાના ઘણા દેશો અમેરિકામાં બદલાતી નીતિઓને લઈને આશંકિત છે. પ્રમુખપદની ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે...
મેરઠઃ મેરઠના કાંકર ખેડા વિસ્તારમાં બે મહિલાઓએ પેટ્રોલ નાંખી પાંચ ગલુડિયાઓને સળગાવી મારી નાંખ્યા છે. મેરઠની એનિમલ કેર સોસાયટીએ આ ઘટના અંગે...
પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી વૈશ્વિક પેકેજ્ડ ફૂડ કંપનીઓ ભારત અને અન્ય ઓછી આવક ધરાવતા દેશોમાં ઓછા આરોગ્યપ્રદ ઉત્પાદનોનું વેચાણ કરી રહી...
નવી દિલ્હીઃ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમની જંગી જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી હતી. આ વાતચીત ફોન દ્વારા...
સુરતઃ શહેરના રાંદેર ખાતે આવેલા સુલાતાનીયા જીમ ખાનાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતી વેળા ખેલાડીનું મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ક્રિકેટ...
માનેલી પુત્રી અને તેની માતાના વારંવારના ટોર્ચરથી કંટાળી ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ વાઘોડિયા રોડ આવેલા નારાયણ ડુપ્લેક્સ મકાનના પ્રથમ...
શહેરના તળાવોના બ્યુટીફિકેશનના દાવા કરતું તંત્ર સ્વચ્છતા રાખવામાં નિષ્ફળ વડોદરામાં ગોરવા તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવવા પામી છે. જેને લઇને...
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના નાલપુરમાં આજે સવારે એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જ્યાં સિકંદરાબાદથી શાલીમાર જતી એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા...
સુરત: ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરતના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે બુધવારે શારજાહથી સુરત આવેલી ફલાઇટમાં મુસાફરી કરનારા બે પેસેન્જરને 4.72 કરોડની કિંમતના...
બીલીમોરા: રાજ્યના નવસારી જિલ્લાના ગણદેવીમાં આજે સવારે ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વહેલી સવારે ભડકાં સાથે ભીષણ આગ લાગી...
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં 21 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ...
કાલોલ:કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે ગોળીબાર ગામની નજીકમા ગુજરાત વિક્ટરી ફોર્જીંગ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં મોટેભાગે રાત્રિના...
મકરપુરા એસટી ડેપો માંથી પિસ્તોલ ખરીદીને પરત અમદાવાદ જિલ્લામાં જઈ રહેલા એક શખ્સને ફતેગંજ પોલીસે પંડ્યા બ્રિજ પાસે બસમાંથી ઝડપી પાડ્યો હતો.અમદાવાદ...
વાઘોડિયા રોડ પર આવેલા નારાયણ ડુપ્લેક્સમાં જ ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ એડવોકેટ પુરષોત્તમ મુરજાણીએ રાતના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે પોતાની જ રિવોલ્વર...
ગૌપાલકના બે જૂથ વચ્ચે પણ હાથાપાઈ થઈ, પોલીસે મામલો સંભાળ્યો વડોદરા શહેરના ભાંડવાડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલી પાલિકાની ટીમ સાથે ગૌ પાલકની...
ગાંધીનગર: અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર અંબાજી ગબ્બર નજીકની ઝાડીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જેના પગલે અંબાજીમાં ભારે રોષની લાગણી ફેલાવવા...
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે.
મૃત્યુઆંક વધી શકે છે
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુરૂવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં બંદૂકધારીઓએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો. ચૌધરીએ કહ્યું કે કુર્રમ આદિવાસી જિલ્લામાં આ હુમલામાં માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. તેમણે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. માહિતી અનુસાર મુસાફર વાહનોના બે કાફલા હતા, એક પેશાવરથી પારાચિનાર અને બીજો પારાચિનારથી પેશાવર તરફ મુસાફરોને લઈ જઈ રહ્યો હતો ત્યારે સશસ્ત્ર લોકોએ તેમના પર ગોળીબાર કર્યો. ચૌધરીએ કહ્યું કે તેમના સંબંધીઓ પેશાવરથી કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા.