સુરતઃ (Surat) મૂળ જુનાગઢના યુવકે પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા બાદ પત્ની સાથે ચોવીસ દિવસ પહેલાં સુરત રહેવા આવ્યો હતો. ત્યારે બે...
મોસ્કો: અમેરિકા (America) સહિત પક્ષિમી દેશો વચ્ચે ચાલુ તણાવની વચ્ચે રૂસ (Russia) અને ઈરાને (Iran) એક માસ્ટર સ્ટ્રોક દાવ રમ્યો છે. આ...
સુરતઃ (Surat) સોલારનો વ્યવસાય કરતાં મુંબઈના વેપારીને (Businessmen of Mumbai) મોટો ઓર્ડર આપવાના બહાને સુરત બોલાવી રેલવે સ્ટેશનથી ઓટો-રિક્ષામાં અપહરણ (Kidnapping) કરી...
નવી દિલ્હી : હિંદી (Hindi) અને તમિલ ભાષાનો (Tamil Language) વિવાદ થોભવાનું નામ નથી લઇ રહ્યું. છાસ વારે તમિલ ભાષી લોકો હિન્દી...
ઘેજ: (Dhej) ચીખલી (Chikhli) નજીકના ખૂંધમાં ‘ગાડી કેમ ચાલુ રાખે છે તારી ગાડી બંધ કર’ તેમ કહી હાઇવા ટ્રકના ચાલકને (Truck driver)...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ (Over Bridge) પરથી વલસાડ સુધી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કારમાંથી રૂ.7400નો ઇંગ્લિશ દારૂ (English...
નવી દિલ્હી : પૂર્વીય લદાખની (Eastern Ladakh) અસલ નિયંત્રણ રેખાને (Line oF Control) હવે ભારત અભેદ કિલ્લે બાંધીથી સજ્જ કરવાની કવાયતમાં લાગી...
કર્ણાટક: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભોપાલ (Bhopal)ના સાંસદ (MP) પ્રજ્ઞા સિંહ ઠાકુર (Pragya Singh Thakur) પોતાના વિવાદાસ્પદ (Controversial) નિવેદનો (Statement)...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ (Severe Cold...
અમદાવાદ: કોરોનાના (Corona) ભય વચ્ચે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બાળકો કોરોનાની બિમારીમાં નહીં સપડાય તે...
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) પણ અનેકોવાર એવી ઘટના બને છે જે લોકોને વિચારમાં નાંખી દે છે. લક્ઝુરીયસ હોસ્પિટલો, ગાડીઓ સડસડાટ દોડી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) કહેર વચ્ચે સામાન્ય લોકોને હવે મોંઘવારીનો () માર પડી રહ્યો છે. મધર ડેરીએ (Mother Dairy) દૂધના (Milk) ભાવમાં...
અમદાવાદ : (Ahmedabad) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Centenary Festival) અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે રવિવારે રાષ્ટ્રીય સંત સંમેલન (National Saint...
નવી દિલ્હી: કોરોના (Corona)એ ફરી એકવાર ટેન્શન વધારી દીધું છે. IGI એરપોર્ટ પર ટેસ્ટિંગ વધાર્યા બાદ સંક્રમિત લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા...
નવું વર્ષ શરૂ થતાંજ સ્પોર્ટસ પ્રેમીઓ (Sports Lovers) માટે સારા દિવસો લઈને આવશે. ફિફા ફૂટબોલના ફીવર બાદ હવે વર્લ્ડ કપ હોકી (World...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી નિર્મલા સીતારમણની (Finance Minister Nirmala sitaraman) તબિયત લથડી છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને એઈમ્સમાં (AIIMS)...
આજકાલ રાજકીય પક્ષોના નેજા હેઠળ બનેલાં યુનિયનોના અધ્યક્ષ પ્રમુખ કે સેક્રેટરી જેવા હોદ્દો ધરાવતા પ્રતિનિધિઓ કે એનજીઓ ના નામે ચરી ખાતા વ્યકિતઓ...
ગુજરાત મિત્રના તારીખ 23/ 12/ 2022 ના અંકમાં ‘’દુર્લભજી નું ફરસાણ’’ ની વાત ઘણી રસપ્રદ છે. શ્રી અશોકભાઈ નિકામે આ લેખમાં જણાવ્યું...
કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા...
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વખત શપથલીધા બાદ પ્રથમ વખત વડોદરામાં આવ્યા છે. તેમના દ્વારા રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજ ઓવરબ્રિજનું લોકાર્પણ...
વડોદરા: જેમ જેમ મકરસંક્રાંતી નજીક આવતી જાય છે તેમ તેમ વડોદરા ના પતંગ બજાર મા રોનક જોવા મળી રહી છે. વડોદરા અને...
જાંબુઘોડા: જાંબુઘોડા પહોંચતા પૂર્વે બે ટેકરીઓ વચ્ચે રાજમાર્ગની બાજુમાં જ આ સરકારી કોલેજ બનાવવામાં આવી છે. આમ તો જાંબુઘોડામાં વર્ષ ૨૦૧૭થી કોલેજ...
વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરનું કોર્પોરેશનને હસ્તાંતરણ થનાર હોઈ તે પૂર્વે ન્યાય મંદિરમાં સાફ-સફાઈ સહિત ઇમારતની...
વડોદરા: શહેરના વીઆઇપી રોડ પર વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને વિધર્મી યુવક ભગાડી ગયો હતો.જેની યુવતીને ભાઇએ હરણી પોલીસમાં અરજી આપી હતી....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. દર્શનાર્થે આવનાર મોટાભાગના શ્રધ્ધાળુઓ...
નડિયાદ: નડિયાદમાં તંત્રની અણઆવડત દરેક કામોમાં ઉજાગર થઈ રહી છે. તાજેતરમાં ચૂંટણી સમયે વર્ષોથી બિસ્માર ચકલાસી ભાગોળથી કબ્રસ્તાન ચોકડી સુધીનો રોડ બનાવવામાં...
વિરપુર : વિરપુરના ભાટપુરા ગ્રામ પંચાયતના નાયક ફળીયામાં પાકો રસ્તો કરવામાં આવતો નથી. જેના લીધે ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. જ્યારે કોઈ...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામની હદ અને ઉબેર ગામની હદ ઉપર આવેલા ચીબોટા નદીના પુલ ઉપર આરસીસી રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર...
વર્તમાન સરકારે મોટી બહુમતીથી ચુંટાઇ આવી છે. તેમના મનમાં ઘણાં કામો હશે. થોડાં ચીંધી શકાય. પ્રથમ તો નાનાં-નાનાં કામો જે અગત્યનાં છે...
રાજકોટ: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upaleta) આજે સવારે એક મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ (ST Bus) ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ...
કર્મચારીઓએ કામગીરી પડતી મૂકી પરત ફરવું પડ્યું
“અમે મધ્યમ વર્ગના છીએ, લૂંટાવા નથી માંગતા” – મહિલાઓનો તીખો આક્રોશ
(પ્રતિનિધિ) વડોદરા, તા.20
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને જનતાનો રોષ હજુ શમ્યો નથી ત્યાં ફરી એકવાર નિઝામપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે ભડકો થયો હતો. શનિવારે સવારે નિઝામપુરા સ્થિત મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં સ્માર્ટ મીટર બદલવા પહોંચેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમનો સ્થાનિક રહિશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા વીજ કર્મચારીઓએ કામગીરી અડધામાં છોડી પરત ફરવું પડ્યું હતું.
સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર, કોઈપણ પૂર્વ સૂચના વિના અચાનક શનિવારે સવારે મીટર બદલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કમ્પાઉન્ડમાં વર્ષોથી વસવાટ કરતા અંદાજે 16 પરિવારોના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નાખવાની જબરજસ્તી થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રહિશોએ એકત્ર થઈને કામગીરી અટકાવી હતી અને સ્થળ પર જ હોબાળો મચાવ્યો હતો.

પરિસ્થિતિ વણસતા સ્થાનિકોએ તાત્કાલિક સ્થાનિક મહિલા કાઉન્સિલરને જાણ કરી હતી. કાઉન્સિલર સ્થળ પર પહોંચીને વીજ કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો કરી હતી. લોકોના એકસાથે થયેલા વિરોધ અને કાઉન્સિલરની રજૂઆત બાદ અંતે વીજ કંપનીની ટીમે કામગીરી પડતી મૂકી ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
આ સમયે મહિલાઓનો આક્રોશ ખાસ જોવા મળ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અમે મધ્યમ વર્ગના લોકો છીએ. સ્માર્ટ મીટરના નામે લૂંટાવા નથી માંગતા. વધારાના બિલ અમને પોસાય તેમ નથી.” રહિશોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટરમાં હજારોના બદલે લાખો રૂપિયાના બિલ આવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે તેઓ ભયમાં છે.

સ્થાનિક રહિશોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના જૂના મીટર સંપૂર્ણપણે યોગ્ય રીતે ચાલી રહ્યા છે અને હજુ એક વર્ષ પહેલા જ નવા મીટર લગાવવામાં આવ્યા હતા. એવી સ્થિતિમાં ફરીથી સ્માર્ટ મીટર લાદવાનો પ્રયાસ અયોગ્ય છે. રહિશોએ કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો ફરીથી જબરજસ્તી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ થશે તો સખત વિરોધ કરવામાં આવશે અને કર્મચારીઓને કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
સ્માર્ટ મીટર મુદ્દે શહેરના અલગઅલગ વિસ્તારોમાં ઉઠતો જનરોષ હવે તંત્ર માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહ્યો છે. લોકોમાં વિશ્વાસ જાગે તેવી સ્પષ્ટતા કર્યા વગર સ્માર્ટ મીટર લાદવાની નીતિ સામે અસંતોષ વધુ ભડકવાની શક્યતા નકારી શકાય તેમ નથી.