National

હિંદી ભાષાને લઈને એવું તો શું બોલી નાખ્યું કમલ હસને ? ફરી શરુ થયો વિવાદ

નવી દિલ્હી : હિંદી (Hindi) અને તમિલ ભાષાનો (Tamil Language) વિવાદ થોભવાનું નામ નથી લઇ રહ્યું. છાસ વારે તમિલ ભાષી લોકો હિન્દી ભાષા તેમની ઉપર થોપી બેસડવાના આરોપો લગાવે છે. આ દક્ષિણ ભારતમાં આ એક મોટો ઉપરાંત અત્યંત સવેદનશીલ અને જટિલ મુદ્દો તથા રાજનીતિક મુદ્દો છે. આ મુદે સાઉથના સુપરસ્ટાર કમલ હસને (Kamal Hassan) હિંદી ભાષા ઉપર વિવાદસ્પદ ટીપ્પણી કરી છે. સાઉથના આ સુપરસ્ટાર તેના અભિનય ઉપરાંત તેની બેબાકી માટે પણ પ્રસ્સિધ છે. જોકે હવે કમલ હસને કરેલી ટીપ્પણીથી આ મુદ્દાને ફરી હવા મળી ગઈ છે. તેમણે આ ટીપ્પણી રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા દરમ્યાન યોજાયેલી એક જાહેર સભામાં કરી હતી.

કેરળના સાંસદ જોન બ્રિટાસના ટ્વીટને રીટ્વીટ કરી આવી વાત કહી હતી
હાલમાં જ કેરળના સાંસદ જોન બ્રિટાસના ટ્વીટને રીટ્વીટ કરતા કમલ હસનને તમિલ ભાષામાં પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે માતૃભાષા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. બીજી ભાષા બોલવી અને શીખવી એ વ્યક્તિગત પસંદગી છે. બીજા પર હિન્દી થોપવી એ મૂર્ખતા છે. જે થોપવામાં આવી રહ્યું છે તેનો વિરોધ જરૂરથી કરવામાં આવશે.

કમલના તમામ ટ્વિટ તમિલ ભાષામાં છે
ઉલ્લેખનીય છે કે કમલના તમામ ટ્વિટ તમિલ ભાષામાં છે. CPIM સાંસદ જોન બ્રિટાસે તેનો વીડિયો ટ્વિટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘હિન્દી થોપવાનો તમારો નાપાક ઈરાદો આ દેશને બરબાદ કરશે. જો સુંદર પિચાઈએ આઈઆઈટીમાં હિન્દીમાં પરીક્ષા આપી હોત તો શું તેઓ ગૂગલમાં ટોપ પોસ્ટ પર હોત?

કમલ હસન આ પ્રકારનું ટ્વિટ કરીને શું સંકેત આપવા માંગે છે?
આ ઉપરાંત કમલ હસને તેના બીજા ટ્વીટમાં ચેતવણી આપતા લખ્યું હતું કે ‘આ જ વસ્તુ કેરળમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અડધા ભારતમાં આવું કહેવામાં આવ્યું છે. સાવધાન પોંગલ આવી રહ્યું છે. ઓહ! માફ કરશો, તમારા માટે સમજવું સરળ છે, આ માટે જાગૃત રહો….’ તમને જણાવી દઈએ કે કમલ હસન આ પહેલા રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ પછી તેમણે દિલ્હીમાં એક સભાને સંબોધી હતી. અહીની સભામાં કમલ હસને ભાષણ પણ તમિલ ભાષામાં આપ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ કમલ હસન આ પ્રકારનું ટ્વિટ કરીને શું સંકેત આપવા માંગે છે?

Most Popular

To Top