કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે ગાંધીનગરમાં વિવિધ સમારંભમાં હાજરી આપી હતી. કલોલના ભારતમાતા ટાઉનહોલમાં BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના...
ગાંધીનગરની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે કોંગ્રેસની નેતાગીરી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો વિધાનસભાની ચૂંટણીને...
ગુજરાતના હેરિટેજ સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે આજે 451 કરોડના કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું...
સુરત: (Surat) સુરતના કુખ્યાત નાનપુરાના સજ્જુ કોઠારીને (Sajju KotharI) પકડવા માટે સુરત પોલીસે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા નાનપુરા...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ધકવાડા ગામના તળાવમાં (Lake) માછલી (Fish) પકડવા ગયેલા (Phishing) બે શ્રમજીવીઓના પગ જાળમાં જ ફસાતાં તેમણે બૂમાબૂમ કરતાં...
અમરેલી: અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. જે દરમિયાન કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ...
સુરત: સુરત ટ્રાફિક પોલીસ અને વિવાદનો સંબંધ જૂનો છે. ઠેરઠેર વાહનચાલકો પાસેથી વિવિધ નિયમોના બહાને દંડના ઉઘરાણા કરવા માટે સુરતની ટ્રાફિક પોલીસ...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankaleshwar) પોલીસે (Police) બે રીઢા મોટરસાઇકલ ચોરોને (Thieves) પકડી પાડ્યા છે. આ બે ચોરોએ એટલા બધા વાહનોની ચોરી કરી હતી...
નવી દિલ્હી: એક તરફ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બીજી તરફ ડાયરેક્ટરના...
સુરત: (Surat) વરાછામાં દારૂના (Alcohol) કેસમાં દોઢ લાખ લીધા બાદ બીજા 20 હજાર માંગવાના ગુનામાં કોન્સ્ટેબલ (Constable) રામદેવ વાળા જેલમાં ધકેલાયો છે....
બિહાર: તમે આ ગીત સાંભળ્યું જ હશે, મેરે દેશકી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી… આ જ તર્જ પર બક્સર (Baksar) જિલ્લામાંથી...
સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા ખાનગી કંપનીઓના પેટ્રોલ પમ્પ (Petrol Pump) માલિકોએ અચાનક 24 કલાક પૈકી બે પાળી અને 16...
સુરત: (Surat) પીપી સવાણી પરિવાર (P P Savani Family) દ્વારા આગામી તા.27મીના રોજ પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના (Vallabh Savani) 73માં જન્મદિવસની (BirthDay)...
પોલેન્ડ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નાટો સૈનિકો સાથે પોલેન્ડમાં મુલાકાત કરી હતી. યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા...
મુંબઈ: અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંનેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)...
વલસાડ : સોમવારથી બોર્ડની પરીક્ષાઓ (Board exam) શરૂ થઈ રહી છે, ત્યારે કપરાડાના મોટાપોઢામાં બંધ કરી દેવાયેલું પરીક્ષા કેન્દ્ર (Exam center) શરૂ...
સુરત: ચકચારિત ગ્રીષ્મા હત્યા કેસ(Grishma Murder case)માં એક મહિનાની ટ્રાયલમાં વિવિધ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આજે શનિવારે તમામ સાક્ષીઓની જુબાની પુરી...
સુરત : સત્તાના મદમાં છાકટા થયેલા હિરાના વેપારી અને સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Burse) ચેરમેનની સામે ફરિયાદ (Complaint) નોંધવાના આદેશ આપ્યા...
રાયગઢ : છત્તીસગઢના (Chhattisgarh) જિલ્લામાં એક વિચિત્ર ઘટના જોવા મળી. ફિલ્મ (film) ઓ માય ગોડની (OMG) જેમ જ ભગવાનના ધામે નોટિસ (Notice)...
સુરત : (Surat) સરથાણામાં એક યુવકને (Young Man) સળગાવીને હત્યા (Murder) કરી દેવાની ચકચારીત ઘટનામાં પોલીસને (Police) મોબાઇલ (Mobile) મળી આવ્યો છે....
મુંબઈ: જે ફિલ્મની ખૂબ રાહ જોવાઈ રહેલી ફિલ્મ આરઆરઆર (RRR) શુક્રવારે, 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ધમાલ મચાવી...
આજકાલ ગ્રાફિક આઇલાઇનર ટ્રેન્ડમાં છે. એ કરવું સહેલું છે અને લુક કમ્પલીટ કરતાં એકાદ મિનિટ જ લાગે છે. બ્લેક આઇલાઈનરથી સિમ્પલ ડિઝાઇન...
સુરત : (Surat) ઓઇલ ફેક્ટરી (Oil Factory) ધરાવતા વેપારીનો પુત્ર બાઇક ચોરીના (Bike Theft) રવાડે ચઢી ગયો હતો. ફરવા જવા માટે ખર્ચના...
સુરત: સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે પીવાના પાણીનો અખૂટ સ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમમાં જળરાશી સંતોષપ્રદ પ્રમાણમાં હોવાથી પાણીનો પ્રશ્ન વિકટ...
દેલાડ: ઓલપાડના (Olpad) ઉમરા (Umara) ગામના સસરાએ જમાઇને સાયણ બોલાવી ‘તું ફોન ઉપર કેમ અમારા સમાજ વિશે ખરાબ બોલે છે’ તેમ કહ્યું...
એક વાર એક રાજાએ તેના એક સંનિષ્ઠ અને પ્રામાણિક મંત્રીને બીજા મંત્રીઓની ખોટી કાનભંભેરણીથી દેહાંતદંડની સજા ફરમાવી દીધી. એ સંદેશો આપવા કેટલાક...
સુરત: (Surat) સ્ટેટ જીએસટી વિભાગની (State GST Department) સુરત વિભાગીય કચેરી દ્વારા માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ સિસ્ટમ બેઝડ એનલીસીસના આધારે તાજતેરમાં સુરતનાં ચૌટા...
સતત એક જ ઘરેડમાં ચાલતી જિંદગીમાં તાજગી ભરવા માટે મનોરંજન ખૂબ જ જરૂરી છે અને ઇતિહાસ સાક્ષી છે કે રાજા મહારાજાઓના સમયમાં...
સુરત : શહેરીજનોને ટ્રાફિક નિયમન કરાવવા માટે આઇ ફોલો કેમ્પેઇન (I follow campaign) શરૂ કરાયું હતું, આ માટે સુરત ટ્રાફિક પોલીસ (Surat...
ગાંધીનગર: રાજ્ય સરકારે આજથી વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) પર મળતી સબસીડી (Subsidy) બંધ કરા દેવામાં આવી છે. જેથી હવે...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.