Dakshin Gujarat

દહાણુંના મહાલક્ષ્મીના ડુંગર ઉપરથી મોટા પથ્થરો ત્રણ દુકાનો પર પડ્યા

ઉમરગામ : ઉમરગામથી (Umargam) આશરે 40 કિલોમીટર દૂર આવેલા મહારાષ્ટ્રના (Maharashtra) દહાણુ (Dahanu) સ્થિત સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી ડુંગર (Mahalakshmi Temple Mountain) ઉપરથી પથ્થરો (Stone) ધસી (Rushed) પડવાની ઘટના બનતા ત્રણેક દુકાનોને નુકસાન થયું હતું. આ ઘટનાને લઇ ભારે ગભરાટ મચી ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણું વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ (Rain) પડી રહ્યો છે. આ વરસાદમાં દહાણું મહાલક્ષ્મી મંદિરના ડુંગર ઉપરથી મોટો પથ્થર ભેખડ ઘસી પડવાની ઘટના બની હતી. પથ્થર નીચે પડતા મોટો અવાજ થયો હતો અને નીચે આવેલી ત્રણેક જેટલી દુકાનો પણ તૂટી જતા નુકસાન થયું હતું અને રસ્તો પણ બંધ થઈ ગયો હતો.

  • હજુ પણ ડુંગર ઉપર પડવાના વાંકે ઘણા પથ્થરો ટકી રહ્યા હોવાથી ગમે ત્યારે તૂટીને પડે તેવી ભીતિ

જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. ઘટનાની જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને પ્રશાસનના અધિકારીઓ દોડી આવ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. ડુંગર ઉપરથી પથ્થરો ધસી પડવાની ઘટના અવારનવાર બનતી હોય લોકોમાં ખાસ્સો ભય રહે છે. હજુ પણ ડુંગર ઉપર પડવાના વાંકે ઘણા પથ્થરો ટકી રહ્યાનું કહેવાય છે. જે ગમે ત્યારે તૂટીને નીચે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રશાસન આ બાબતે ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી હોવાની લાગણી લોકોમાં જોવા મળી રહી છે.

વાપીમાં રેલવે અંડર પાસમાં વરસાદી પાણીમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઇ
વાપી : વાપીમાં ગુરુવારે સવારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વાપી રેલવે અંડરપાસમાં વરસાદી પાણીમાં પોદાર સ્કૂલની મિનિ બસ ફસાઈ ગઈ હતી. પાણીની અંદર બસ બંધ પડી જતા 20 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. વાપીના રેલવે અંડરપાસમાં પાણીના નિકાલ માટે પાલિકાએ વ્યવસ્થા ગોઠવી હોવા છતાં પાણીનો નિકાલ થતો નથી. તે વાસ્તવિકતા છે. તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ગુરુવારે સવારે 6થી 8 દરમિયાન બે કલાકમાં 40 મી.મી. એટલે દોઢ ઈંચ ઉપરાંત બે કલાકમાં વરસાદ ખાબક્યો હતો.

ત્યારબાદ પણ 8થી 10માં 20 મી.મી. એટલે કે બીજો એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આમ સવારે ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ પડવાથી વાપી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સવારે 10થી 12 દરમિયાન બે કલાકમાં પણ વધુ 17 મી.મી. વરસાદ પડ્યો હતો. 12થી 2 દરમિયાન બે કલાકમાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. આમ સતત 90 મી.મી. વરસાદ બપોર સુધીમાં પડ્યો હતો. આમ સાડા ત્રણ ઇંચ વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાવાથી કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. જેમાં પોદાર સ્કૂલની બસ બંધ પડી જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.

Most Popular

To Top