Entertainment

વિવાદિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને મળ્યું ‘એ’ સર્ટિફિકેટ, અનેક પાર્ટીઓએ ર્ક્યો વિરોધ

બેંગ્લોર: ‘ધ કેરળ સ્ટોરી’ (The Kerala Story) રિલીઝ થવાના પહેલા જ ઘણા વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મને લઈને કેરળ (Kerala) રાજ્યમાં અનેક વિવાદ ચાલી રહ્યા છે અને રાજનૈતિક પાર્ટીઓએ ફિલ્મની રિલીઝને લઈને વિરોધ કર્યો છે. તેમજ ફિલ્મને લઈને થઈ રહેલી કોન્ટ્રોવર્સીની વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ આને ‘એ’ સર્ટિફિકેટ આપ્યો છે. આની સાથે જ અનેક સીન્સ સેન્સર બોર્ડએ કટ ર્ક્યા છે.

‘ધ કેરળ સ્ટોરી’ના 10 સીન્સ કટ કરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, 5 મેના રોજ રિલીઝ થનાર વિવાદિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ‘એ’ સર્ટિફિકેટ આપવા ઉપરાંત કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનના એક ઈન્ટરવ્યૂ સહિત 10 સીન્સને રિલીઝ પ્રિન્ટથી હટાવી દેવામાં આવ્યા છે. એક દૃશ્ય જેમાં કથિત રીતે ‘ભારતીય કમ્યુનિસ્ટ સૌથી મોટી પાખંડી છે.’ માંથી ભારતીય શબ્દ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

કોણ જોઈ શકે છે ‘એ’ સર્ટિફિકેવાળી ફિલ્મો?
એ રેટેડ ફિલ્મો માત્ર વયસ્કો (18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો) જ જોઈ શકે છે. આ ફિલ્મોમાં હિંસા, ક્લિયર સેક્સુઅલ સીન્સ, સ્ટ્રોંગ અભદ્ર ભાષા હોઈ શકે છે પણ એવા શબ્દ નથી જે મહિલાઓ અથવા કોઈ સમુહનું અપમાન કરે છે અને ન્યૂડિટીની પરમિશન નથી.

કેમ થઈ રહ્યો છે ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ પર વિવાદ?
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત ‘ધ કેરળ સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધી ઈડનાની અને સોનિયા બલાની મુખ્ય રોલમાં છે. ‘ધ કેરળ સ્ટોરી’ના ટ્રેલરને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યની 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ છે અને ત્યારબાદ આતંકવાદી સમૂહ, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) માં શામેલ થઈ ગઈ હતી.

તેમજ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માકર્સવાદી) (CPIM) અને કોંગ્રેસે ફિલ્મના મેકર્સની ટીકા કરી છે અને કહ્યું છે કે, તે સંઘ પરિવારના પ્રચારને આગળ વધારી રહ્યા છે. ‘લવ જેહાદ’ને મુદ્દો બનાવીને રાજ્યને ધાર્મિક ઉગ્રવાદનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ સંઘ પરિવાર પર ‘સાંપ્રદાયિકતા ઝેરી બીજ વાવીને રાજયમાં ધાર્મિક સદભાવનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે.’ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ કેરળના CM અને સત્તાધીશ સીપીઆઈ (એમ)ના વલણને ‘બેવડો માપદંડ’ ગણાવ્યો છે.

Most Popular

To Top