Madhya Gujarat

કાલોલના પિટિશન રાઇટરના ઘરેથી રૂ.94000ની મતાની ચોરી

કાલોલ: કાલોલ ની ચામુંડા સોસાયટી નજીક આવેલ માં રેસિડેન્સી ના બંધ મકાન ને નિશાનો બનાવી ગત રાત્રી દરમ્યાન મકાન નું તાળું તોડી રૂપિયા ૮૯ હજાર ના સોના ચાંદી ના દાગીના અને રૂ.૫ હજાર રોકડ મળી કુલ રૂ. ૯૪ હજાર ની માલમત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં.

કાલોલના કોલેજ પાછળ ચામુંડા સોસાયટી નજીકમાં રેસિડેન્સીમાં ૧૦ વર્ષ રહેતા અને મૂળ ખરસલીયા ગામના દીપકકુમાર રશ્મિકાંત વાઘેલા કાલોલ મામલતદાર કચેરી ખાતે પિટિશન રાઇટર તરીકે કાર્યરત છે.

૧૬ જાન્યુઆરીના રોજ પત્ની અને પુત્ર સાથે દીપકકુમાર પોતાના વતન માતાની તબિયત જોવા માટે ગયા હતાં. સોમવારે વહેલી સવારે ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોતા પાડોશીઓ દ્વારા તેમને ફોન કરી માહિતગાર કરવા માં આવ્યા હતાં.

તેથી સવારે ૫.૩૦ ના સુમારે દીપકકુમાર કાલોલ દોડી આવ્યા હતા. ઘરના અંદરના રુમ અને તિજોરીનું તાળું તોડી તેની અંદર રહેલા કપડાં સહિત નો સરસામાન વેરવેખર હાલત માં જોવા મળ્યો હતો.તિજોરી માં કપડાં ની નજીક મુકેલ સોના ચાંદી ના બોક્સ  પ ???ણ ખુલ્લા અને ખાલી પડેલા હતાં. દીપકકુમારે કાલોલ પોલીસનો સંપર્ક કરી ઘટનાની જાણ થતાં જ સબ ઇન્સ્પેકટર એલ.એમ.પરમાર સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તપાસ કરતા દીપકકુમાર વાઘેલા ના ઘર માંથી બે તોલા વજન નું સોના નું લોકિટ ૧ કિંમત રૂ. ૪૦ હજાર,સોના ની ઝુમ્મર વાળી બુટ્ટી નંગ ૧- કિંમત રૂ.૧૦ હજાર, ચાંદી ના છડા નંગ ૨ – કિંમત રૂ.૩ હજાર,સોનાની વીંટી નંગ-૨ કિંમત રૂ.૧૦ હજાર,સોનાં ના પેન્ડલ નંગ-૨ કિંમત રૂ.૧૦ હજાર,ચાંદી નું મંગળસૂત્ર નંગ -૧ કિંમત રૂ.બે હજાર,ચાંદી ના ઝુડા નંગ-૨ કિંમત રૂ.૪ હજાર,સોનાની બુટી નંગ -૧ કિંમત રૂ.૧૦ હજાર એમ મળી રૂપિયા ૮૯ હજાર ના સોના ચાંદી ના દાગીના અને સાથે રાખેલ રૂપિયા પાંચ હજાર રોકડા કુલ મળી રૂપિયા ૯૪ હજાર ની મત્તા ની ચોરી  થઈ હતી. પોલીસે ડોગ સ્કવોડ પણ બોલાવી હતી ડોગ ઘર થી નજીકમાં આવેલા ખુલ્લા રસ્તા સુઘી જઈને અટકી ગયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top