National

રાહુલ ગાંધીની રાજસ્થાનમાં એન્ટ્રી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો

નવી દિલ્હી : ભારત જોડો આંદોલનમાં (Join India Movement) રાહુલ ગાંધીની (Rahul Gandhi) રાજસ્થાનમાં એન્ટ્રી થશે. પરંતુ આ પહેલાજ અહીંના રાજકીય માહોલમાં ભારે ગરમા-ગરમી સર્જાઈ ચુકી છે. અશોક ગહેલોત (Ashok Gehlot) અને સચિન પાઇલોટ (Sachin Pilot) એક બીજાને પછાડવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. છેલ્લા ઘણા વખતથી પાર્ટીના આ બને સિનિયર નેતાઓ એક બીજા ઉપર ટિપ્પણી કરી રહ્યા છે જે વાત જાહેર થઇ ગઈ છે. હાલમાં જ ગહેલોતે પાઇલટને ગદ્દાર શબ્દ કહ્યો હતો. અને ત્યાર બાદ બને વચ્ચે ચાલેલી બયાન બાજીને લઇને લાગી રહ્યું છે કે તેઓ એક બીજા ઉપર કિચ્ચડ ઉછાળવામાં કોઈ પણ કસર નથી છોડી રહ્યા. હવે પંજાબના ધારાસભ્ય અને પ્રભારી હરીશ ચૌધરીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ મોરચો માંડી દીધો છે. હરીશ ચૌધરીએ કહ્યું હતું કે લોકો સત્તા ઉપર ટકી રહેવા માંગે છે અને તેથીજ તેઓ નવા લોકોને તક આપવા નથી માંગતા.ગહેલોતે પાઇલટ વિરુદ્ધ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે શોભનીય નથી.

ગહેલોતને લઇને હરીશ ચૌધરીએ કઈ કઈ ટિપ્પણી કરી
અશોક ગહેલોતના ગદ્દારના સ્ટેટમેન્ટને લઇને હરીશ ચૌધરીએ કહ્યું કે રાજસ્થાનમાં આ પ્રકારની છીછરી ભાષાનો ઉપયોગ કરવાની પરંપરા રહી નથી. તેમણે કહ્યું કે જ્યારે એક વાત નક્કી થઈ હતી કે કોઈ કોઈના વિરુદ્ધ નિવેદન નહીં કરે તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે બોલવું જોઈતું ન હતું. શિસ્ત દરેક માટે છે. જો ગેહલોત પોતાને સિનિયર ગણાવે છે તો એક સિનિયરના માથે તો મોટી જાવદારી નિભાવવાનો દાયિત્વ હોઈ છે. વધુમાં હરીશ ચૌધરીએ કહ્યું કે, મુખ્યમંત્રીના પ્રતિનિધિઓ પ્રજાને જાતિગત સમીકરણોને આધારે લડાવવાનું કાર્ય કરી રહ્યા છે.

આ તરફ પાઇલોટ ગ્રુપના મંત્રીઓ પણ મેદાને આવ્યા
આ મુદ્દો ગરમ છે ત્યારે પાઇલોટ ગ્રુપના હેમારામ ચૌધરી પણ મેદાનમાં આવી ગયા છે. તેમને પાઇલોટની તરફેણમાં કહ્યું કે તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસને વધુ મજબૂત કરી બાદને એક તાંતણે બાંધવા માટે ઘણી મહેનત કરી છે. કોંગ્રેસે મુખ્યપ્રધાન અશોક ગેહલોતને બે વખત મુખ્યપ્રધાન બનાવ્યા, પરંતુ પાર્ટીની ખરાબ રીતે હાર થઈ. પછી પાયલટે પાર્ટી ઊભી કરી. દરમ્યાન ગેહલોતના ખાસ કહેવાતા મંત્રીઓ અને ધારાસભ્યોએ આ મુદાને લઈને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

ગેહલોત જૂથના વરિષ્ઠ નેતા લાલ વૈરવા પણ બોલ્યા
આ બયાન બાજીને લઇ ને ગેહલોત જૂથના વરિષ્ઠ નેતા લાલ વૈરવાએકહ્યું હતું કે ગેહલોતની આવી માનસિકતાને લઇને અમે બધા ખૂબ જ દુઃખી વધુમાં તેમણે કહ્યું હતું કે, અશોક ગેહલોત આટલા વરિષ્ઠ નેતા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે, તેમણે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અશોક ગેહલોત નક્કી કરતા નથી. કોંગ્રેસમાં નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવે છે અને જ્યારે હાઈકમાન્ડ નિર્ણય લે છે ત્યારે તે અંતિમ હોઈ છે. હાઈકમાન્ડ નક્કી કરે તો આવી રીતે બોલવાનો શો અર્થ છે. તે અનુકૂળ નથી. 90 ટકા ધારાસભ્યો હાઈકમાન્ડની સાથે છે.

સચિન પાયલટે કર્યો પલટ વાર
સચિન પાયલટે કહ્યું હતું કે,મેં અશોક ગેહલોતની વાત સાંભળી હતી. તેણે ભૂતકાળમાં પણ મારા વિશે ઘણી વાતો કહી છે. આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવાની આજે જરૂર નથી. આજે જરૂર એ છે કે આપણે પાર્ટીને કેવી રીતે મજબૂત કરીએ. પાયલોટે એમ પણ કહ્યું કે ગેહલોત વરિષ્ઠ અને અનુભવી નેતા છે. મને ખબર નથી કે તેઓને મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવાની સલાહ કોણ આપી રહ્યું છે. પાયલોટે વધુમાં જણાવ્યું હતું કે આજે ભારત જોડો યાત્રાને સફળ બનાવવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે હું રાજ્યમાં પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપની ખરાબ રીતે હાર થઈ હતી. આમ છતાં કોંગ્રેસ અધ્યક્ષે ગેહલોતને બીજી તક આપીને મુખ્યમંત્રી બનાવ્યા હતા આજે આપણે ફરીથી રાજસ્થાનમાં ચૂંટણી કેવી રીતે જીતવી તેની તૈયારી કરવી જોઈએ.

Most Popular

To Top