National

JNUના વિદ્યાર્થીઓ અને ગાર્ડ વચ્ચે મારામારી, વિદ્યાર્થી નેતા સહિત 6 વિદ્યાર્થીઓ ઘાયલ

નવી દિલ્હી: (New Delhi) જેએનયૂના વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા મારામારીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓએ (Student) જણાવ્યું કે તેમને બે વર્ષથી શિષ્યવૃત્તિ (Scholarship) મળી નથી. તેઓ તે શિષ્યવૃત્તિને ઈશ્યુ કરાવવા માટે યુનિવર્સિટી (University) ગયા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે સ્ટાફ અને ગાર્ડે તેને રસ્તામાં રોક્યા અને માર માર્યો હતો. તેઓ ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં સોમવારે સ્કોલરશિપ લેવા ગયેલા વિદ્યાર્થીઓ પર મારપીટનો મામલો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થી નેતા સહિત છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલોએ યુનિવર્સિટી સ્ટાફ અને ગાર્ડ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને બે વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી. તેઓ તે જ ઈશ્યુ લેવા માટે યુનિવર્સિટી ગયા હતા. તે સમયે સ્ટાફ અને ગાર્ડે તેઓને રસ્તામાં રોક્યા હતા અને માર માર્યો હતો. આ ઘટના અંગે વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સિક્યોરિટી ગાર્ડ વિદ્યાર્થીઓને ધક્કો મારીને ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ સુરક્ષાકર્મીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે બે વર્ષથી રોકાયેલી શિષ્યવૃત્તિની રકમને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. એબીવીપીના પ્રમુખ રોહિત કુમારના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યાની આસપાસ પાંચ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ વિભાગમાં પૂછપરછ કરવા ગયા હતા. આ પછી ગાર્ડે વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

રોહિત કુમારે જણાવ્યું કે જેએનયૂના આ વિભાગની હાલત એવી છે કે હવે માત્ર ચાર જ કર્મચારી બચ્યા છે. અહીં પહેલા 17 કર્મચારીઓ હતા. બે વર્ષથી વધુ સમયથી વિદ્યાર્થીઓ પરેશાન છે. તેઓને નોન નેટ શિષ્યવૃત્તિ, એમસીએમ (મેરિટ-કમ-મીન્સ) અથવા જેઆરએફ પણ મળી રહ્યા નથી.

વિદ્યાર્થી સંઘની ચૂંટણીના નોમિનેશન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ
રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ સામ-સામે આવી ગયા. વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે નોમિનેશન દરમિયાન હોબાળો થયો હતો. અપક્ષ ઉમેદવાર નિર્મલ ચૌધરીના સમર્થકો રાજસ્થાન યુનિવર્સિટીમાં પ્રવેશવા લાગ્યા. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપક્ષ ઉમેદવાર નિર્મલ ચૌધરીના સમર્થકો JLN માર્ગ પર વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો. જે બાદ સમર્થકોએ ના પાડવા છતાં રાજસ્થાન યુનિવર્સિટીમાં ઘૂસવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં ઉમેદવાર નિર્મલ ચૌધરી ઘાયલ થયા હતા.

Most Popular

To Top