National

ખેડૂતોએ એવી કેરી ઉગાડી કે જેની કિંમત સાંભળી તમે પણ ચોકી ઉઠશો

ઝારખંડ : ઝારખંડના (Jharkhand) ખેડુતોએ વિશ્વની સૌથી મોંધી કેરી (Mango) ઉગાડી છે. આંબા ગામના રહેવાસી અરિંદમ ચક્રવર્તી અને અનિમેષ ચક્રવર્તીને જાપાનમાં (Japan) ઉગતી મિયાઝાકી કેરી ઉગાડવામાં સફળતા મળી છે. જાપાનની આ કેરી અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જ્યારે પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં આ કેરીની એક નંગની કિંમત 1500 રૂપિયા છે.

ગરમીની શરૂઆતની સાથે જ દેશમાં કેરીની માગ વધવા લાગી છે. કેરીને ફળોના રાજા કહેવાય છે અને દેશમાં તેની કેટલાય વેરાયટી જોવા મળે છે. ત્યારે ભારતમાં રહેતા બે ખેડુતોએ જાપાનમાં જોવા મળતી મિયાઝાકી કેરી ઝારખંડમાં ઉગાડી છે. આ મિયાઝાકી કરી મોટાભાગે જાપાનમાં જોવા મળે છે. પરંતુ હવે ધીરે ધીરે આ કેરીની ભારતમાં પણ શરૂઆત થઈ છે.

આંબા ગામના રહેવાસી અરિંદમ અને અનિમેષ ચક્રવર્તીએ આ કેરી ઉગાડી એ પહેલા જબલપુરમાં એક ખેડુતે આ મિયાઝાકી કેરી ઉગાડીના સમાચાર મળ્યા હતા. આ કેરીનું સાચું નામ તાઈયો-નો-ટોમાગો છે. આ ઉપરાંત આ કેરીને એગ ઓફ સન એટલે કે સુર્યનું ઈંડું પણ કહેવામાં આવે છે. આ કેરીના લાલ રંગને કારણે તેને ડ્રેગનનું ઈંડું પણ કહેવામાં આવે છે.

લાખો રૂપિયાની કિલો હોવાનું કારણ તેમાં રહેલી ઔષધીય ગુણો છે
આ કેરીમાં રહેલી ઔષધીય ગુણોના કારણે બજારમાં તેની કિંમત લાખો રૂપિયામાં છે. નિષ્ણાતોના કહ્યા પ્રમાણે આ કેરી જ્યારે પાકી જાય છે ત્યારે તેનું વજન 900 ગ્રામ હોય છે. મિયાઝાકી કેરી પાકી જતા તેનો રંગ આછો લાલ અને પીળો થાય છે અને તેની મીઠાશથી લોકો તેની તરફ આકર્ષાય છે. આ સિવાય અન્ય કેરીની સરખામણીમાં આ કેરીમાં ફાઇબર્સ જોવા મળતા નથી.

અરિંદમ અને અનિમેષ ચક્રવર્તી પાસે વિદેશી અને દેશી જાતોના કેરીના છોડ છે
અરિંદમ ચક્રવર્તી અને અનિમેષ ચક્રવર્તીએ પોતાના બાગીચામાં 7 કેરીના ઝાડ લગાડ્યા હતા. આ સાત ઝાડમાંથી 3 ઝાડ પર કેરી આવી હતી. અરિંદમ ચક્રવર્તીએ જણાવ્યું કે તે બગીચાનું કામ શરૂઆતમાં શોખ ખાતર કરતા હતા. તેમની પાસે 2000 છોડનો બગીચો છે. તેમને મિયાઝકી ઉપરાંત વિશ્વના અનેક દેશોમાંથી અલગ-અલગ કેરીની પ્રજાતીઓ મંગાવી હતી. તેમની પાસે આઇવરી, ચકપાટનો રાજા, ઇન્ડોનેશિયાનો હારૂન મનીષ, કેરીની કેરીની 45 જાતની વિદેશી અને દેશી જાતો છે.

Most Popular

To Top