Entertainment

કાન્સ ફેસ્ટિવલમાં વિચિત્ર ફેશનના લીધે ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ, ટ્રોલર્સે કહ્યું, આ તો કોપી કરે છે…

મુંબઈ: કાન્સ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival 2023) દરમિયાન બોલીવુડ અભિનેત્રીઓની સ્ટાઈલ રેડ કાર્પેટ પર જોવા મળી રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં આ વર્ષે અનેક બોલીવુડ અભિનેત્રીઓએ ડેબ્યૂ કર્યો છે. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નો લુક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ગુરુવારે ઉર્વશી રૌતેલાના મગરના આકારના નેકલેસે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ, તો હવે એશ્વર્યા (Aishwarya Rai Bachchan)ની જેમ પોતાના હોંઠ પર ભૂરા કલરની લિપસ્ટિક લગાવાના કારણે તેની ચર્ચા થઈ રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે ઉર્વશી રૌતેલા વાદળી કલરની લિપસ્ટિકમાં જોવા મળતાં લોકોએ કહ્યું કે, ઉર્વશીએ એશ્વર્યાને કોપી ર્ક્યુ છે. વર્ષો પહેલા એશ્વર્યા રાય બચ્ચન પણ જાંબલી (પર્પલ) કલરની લિપસ્ટિકમાં જોવા મળી હતી.

ઉર્વશી રૌતેલા ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટીનીમાં શામેલ થવા માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી. જ્યાં શુક્રવારે પણ તેનો લુક ચર્ચામાં રહ્યો હતો. ઉર્વશીએ ઓફ શોલ્ડર ક્રીમ અને બ્લૂ ગાઉનની સાથે એક મોટો ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ્સ પહેર્યા હતા. ઉર્વશીએ વાળોમાં બન બનાવ્યો હતો. આની સાથે જ તેણે એક બ્રેસલેટ પણ પહેર્યુ હતું. જોકે, આ બધાને છોડીને લિપસ્ટિકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ઉર્વશીને ફ્રેન્ચ મીડિયા એશ્વર્યા સમજ્યા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ફ્રેન્ચ મીડિયાએ એશ્વર્યા રાય સમજવાની ભૂલ કરી હતી. પૈપરાજીનો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પૈપરાજી ઉર્વશીને એશ્વર્યા બોલતા જોવા મળી રહ્યા છે.

ગાઉનની સ્લીવ્સ હતી યૂનિક
આ ક્રીમ અને બ્લૂ કલરના ગાઉનમાં પ્લંઝિંગ નેકલાઈન આપવામાં આવી હતી. જે તેના લુકમાં બોલ્ડનેસ એડ કરી રહી હતી. તેની સાથે જ અટેચ સ્લીવ્સને બર્ડ્સના વિંગ્સ જેવી ડિઝાઈન આપવામાં આવી હતી. જેના પર ગોલ્ડન સીક્વન લાગેલા જોવા મળી રહ્યા હતા. ટોપવાળા પાર્ટને ફિટેડ રાખવામાં આવ્યો હતો અને કમર સુધી બોડી-હગિંગ એલિમેન્ટ તેને ક્લાસી લુક આપી રહ્યું હતું. તેમજ તેને ગોલ્ડન સિલ્વર સીક્વન સાથે સજાવવામાં આવ્યો હતો. તેની સાથે જ સ્કર્ટને પણ એડ કરવામાં આવ્યો હતો. આ ક્રીમ અને ટર્કોઈઝ વાદળી કલરના ઓફ શોલ્ડર ગાઉનને ફેશન ડિઝાઈનર Saiid Kobeisy એ ડિઝાઈન ર્ક્યો હતો.

Most Popular

To Top