Dakshin Gujarat

ઝગડિયામાં કપાસ વીણતી મહિલા ઉપર ભરબપોરે દીપડાનો હુમલો, મહિલાના થયા આવા હાલ

ઝઘડિયા: (Jhagadia) ઝઘડીયાના પાણેથા ગામે કપાસ વીણવા ગયેલી મહિલા ઉપર ભરબપોરે દીપડાએ (Panther) હિંસક હુમલો કરતા ફફડાટ મચી ગયો હતો. હુમલો થતાં મહિલાને (Lady) અન્ય ખેત મજૂરોએ (Worker) બચાવી લીધી હતી. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતમજૂરી કરતી ભારતીબેન તડવી પોતાના પરિવાર સાથે રહે છે. રવિવારે ભરબપોરે કામના જયમીનભાઈ પ્રજાપતિના ખેતરે કપાસ વીણવા માટે ભારતીબેન તડવી ગયા હતા. બપોરના સમયે કપાસ વણતી વખતે પાછળથી આવીને ભારતીબેન ઉપર દીપડાએ એકાએક હુમલો કર્યો હતો. ભારતીબેનની સાથે આવેલા અન્ય ખેત મજૂરોએ આ હુમલો થતા દોડી આવી બચાવી લીધી હતી. જોકે આ સમગ્ર ઘટનાથી ખેત મજૂરો ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલામાં ભારતીબેનને ગરદન ઉપર પંજો લાગતા ઈજા થતાં તાબડતોબ ઉમલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ આવ્યા હતા. સમગ્ર ઘટનાના પગલે પણેથા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને લેખિતમાં જાણ કરી તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની પ્રબળ માંગણી કરવામાં આવી હતી.

કુકરમુંડામાં તાપી નદીમાં ઝંપલાવનાર શિક્ષકને જીઆરડી અને પુરવઠાના કર્મચારીઓએ ઉગાર્યો
વ્યારા: કુકરમુંડા માં કાવઠા બ્રિજ ઉપરથી તાપી નદીમાં કુદકો મારી જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કરનાર મોગલબારાના શિક્ષકને જીઆરડી અને પુરવઠાના કર્મચારીઓએ ઉગાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જુનાં કુકરમુંડા ગામે વેલ્દાથી કુકરમુંડા જતાં માર્ગે કાવઠા બ્રિજ ઉપર તા. ૨૫મી ડીસેમ્બરે બપોરે ૧૨:૫૫ વાગ્યાના અરસામાં મોટર સાયકલ નં. MH 39 X 7222 ઉપર આવેલા મોગલબારાનાં શિક્ષકે બ્રિજ ઉપર વચ્ચો વચ્ચ પોતાની બાઇક મુકી તાપી નદીમાં પોતે ઝંપલાવી દીધું હતું.

કુકરમુંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં (GRD) તરીકેની ફરજતા સંદિપ લાલસિંગ પાડવી અને નિતેશ સુનીલ પાડવી બંને ઘટના સ્થળેથી આશરે એક કિમી દૂર ઉભા હોય તેઓ આ ઘટનાને પગલે તરત જ નદી કિનારે પહોંચી ગયા હતા. કાવઠા ગામના પુરવઠાના કર્મચારીને બોલાવી લીધો હતો. આ કર્મચારીઓ એ નદીના કિનારા ઉપર રહેલ નાવડી ચલાવી નદીમાં કુદકો મારનાર આ શિક્ષકને બચાવી નાવડીમાં મૂકી કિનારા ઉપર લાવી આવ્યા હતાં. તેને ઉંધો કરી મોઢામાંથી પાણી બહાર કાઢ્યું હતું.

ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે કુકરમુંડા સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો. ભાનમાં આવતા પોતાનું નામ જયદિપસિંગ મક્કનસિંગ રાજપુત (ઉ.વ.૪૯),(મુળ રહે. બોરદ, તા.તળોદ, નંદુરબાર) (હાલ રહે. પ્લોટ-૭ હેમંતનગર, નંદુરબાર તા.જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)નો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની તેના સગા-સબંધીને જાણ કરવામાં આવી હતી. હાલ આ શિક્ષક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top