Gujarat

રાજસ્થાનમાં ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ મજબૂત કરાશે, 100 કરોડની ફાળવણી

જયપુર: (Jaipur) રાજ્યમાં માર્ગ પર વધતી અવર-જવર અને માર્ગ અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે પ્રદેશમાં ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) સુદૃઢ કરવામાં આવી રહી છે. તેના માટે મુખ્યમંત્રી (Chief Minister) અશોક ગેહલોતે (Ashok Gehlot) અતિરિકત 100.99 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ સિસ્ટમ પ્રદેશના રાજમાર્ગ તેમજ મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવાના તેમજ નશામાં વાહન ચલાવતાં ચાલકોના વિરૂદ્ધ ત્વરિત કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. સાથે જ, ઓવર સ્પીડ તેમજ ઓવરલોડ વાહનોના કારણે થતા માર્ગ અકસ્માતો પર પણ નિયંત્રણ આવશે.

કાર્યપ્રણાલી માટે વિવિધ વિભાગોને સમન્વયની સાથે એક પ્લેટફોર્મ પર
આઈટીએમએસના હેઠળ, સ્વચાલિત ટ્રાફિક મોનિટરીંગ એન્ડ વોયલેશન ડિટેક્શન સિસ્ટમ, સ્પીડ વોયલેશન ડિટેક્શન સિસ્ટમ, રેડ લાઈટ વોયલેશન સિસ્ટમ, વિભિન્ન પ્રતીક ચિન્હ, સીસીટીવી સર્વિલાન્સ સિસ્ટમ, ટ્રાફિક મોનિટરીંગ સેન્ટર તેમજ ઈ-ચાલાણ સહિત વિભિન્ન કાર્ય રહેશે. ચાલાણોનું સમયબદ્ધતા તેમજ દક્ષતાની સાથે નિસ્તારણ, ગંભીર માર્ગ અકસ્માતો પર નિયંત્રણ લગાવવું તેમજ સારી કાર્યપ્રણાલી માટે વિવિધ વિભાગોને સમન્વયની સાથે એક પ્લેટફોર્મ પર લાવવું આઈટીએમએસના મુખ્ય હેતુ છે.

રાજસ્થાનમાં સ્થાપિત થશે સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી
જયપુર: રાજ્ય સરકાર દ્વારા સાયબર સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. તે ગુનાઓને રોકવામાં અને સામાન્ય નાગરિકોના જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી કાઉન્ટર ટેરેરિઝ્મ એન્ડ એન્ટી-ઈન્સર્જેન્સીની સ્થાપના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સેન્ટરની સ્થાપના અને ઉપકરણો માટે 18.40 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. ગેહલોતના આ મંજૂરીથી સેન્ટરના હેઠળ રાજ્ય સ્તરીય રેન્જ તેમજ જિલ્લા સ્તરીય લેબ વિકસિત કરવામાં આવશે. લેબમાં રાજ્ય માટે સાયબર સુરક્ષા, ગુનાઓની સુચના, અનુસંધાન તેમજ રોકવા માટેના વિવિધ રાજ્ય તથા દેશોની સરકારી એજન્સીઓ સાથે સંપર્ક કરીને સોફ્ટવેર વિકસિત કરવામાં આવશે. સેન્ટરની સ્થાપનાથી નવા-નવા માલવેયર, થ્રેટસ, વાયરસના વિશે અપડેટ થવામાં મદદ મળશે.

સાથે જ સાયબર ક્રાઈમના વિશે નવીનતમ અપડેટ્સ માટે રાજ્ય સ્તરીય લેબમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રદેશના તમામ જિલ્લાઓમાં સાયબર સ્ટેશનોની સ્થાપના થઈ ચૂકી છે. આ સ્ટેશનોમાં ગુનાઓના અનુસંધાન માટે જરૂરી ઉપકરણો પણ પ્રદાન કરવામાં આવ્યા છે.

Most Popular

To Top