Charchapatra

શીખવા જેવું છે

ભારતના એક ડુંગરાળ પ્રદેશ પૂર્વભારત (પૂર્વોત્તર ભારત) ની એક કહાની જોવા મળી છે. તાજી ને તરતની કહાની મળી છે. આ શિક્ષણ લેવા માટેની કેવી તાલાવેલી છે તે જોવા મળ્યું. આમાં એક બાળકી પોતાનાં નાનાં ભાંડુઓને સાચવે છે. ડુંગરો – ઓળંગી ભાઇને કમર-પીઠ પર બાંધી રોજ શાળાએ આવે છે અને માતા-પિતાને પણ સાચવે છે. પિતા બિમાર છે. માતા રોજી અર્થે બહાર જાય છે ત્યારે આપણને આ નાની બાળકીની કર્મકથની પર ખરેખર દર્દ સાથે લાગણીની ભીનાશ પણ આવી જાય છે. આમ પણ નારી તું નારાયણી કહેવાય છે. સંસારનો ઘણો ખરો ભાર બચપણથી તે વૃધ્ધાવસ્થા સુધી સંભાળી લેતી હોય છે. ઉપરોકત દૃશ્ય પૂર્વોત્તર ભારતની મણી નામની બાળકીનું છે. આ દૃશ્ય – કર્મ – કહાની જોઇ ઘણી વાર આપણી કહાની પણ યાદ આવી જાય છે. મસ્તી કરવાના – નાચવા કૂદવાના – દિવસોમાં પણ માતા – પિતા ભાઇભાંડુની દરકાર  કરવી મોટી બહેન પર આવી જાય છે. તેણી પણ ૮-૯ વર્ષની તો હોય છે. એમાં શાળા વાળા પણ કેવા કે સાથે નાના બાળકને લાવનારી મણીને રોકતાં નથી. લતાજી યાદ આવી ગયાં. આશાજીને શાળામાં સાથે લઇ જતાં હતાં. એક મોટી બેનની લાગણી  દૃશ્યમાન થાય છે. સૌથી મુખ્ય વાત છે શિક્ષણ લેવા માટે મોટી મોટી સ્કૂલો – શહેરો કે કોલેજો કરતાં પણ લગન – મહેનત – અને કર્તવ્યની વાત જો હોય ને તો કોઇ પણ રીતે શિક્ષિત થવાય છે.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top